પીએસઆઈની પરીક્ષામાં ફિઝીકલ પાસ ઉમેદવારોના શોર્ટ લીસ્ટ સામે હાઈકોર્ટમાં પિટિશન કરાઈ

પ્રિલિમિનરી પરીક્ષા આપવા ક્વોલિફાય ગણવા અરજદારે કોર્ટના દ્વાર ખખડાવ્યા

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.21
રાજ્યમાં પોલીસ સબ ઇન્સપેક્ટરની ભરતી માટેની પરીક્ષા હવે યોજાવાની છે. જોકે કોરોનાના કારણે ફીઝીકલ ટેસ્ટને પોસ્ટપોન્ડ કરાઈ છે. પોલીસ સબ ઇન્સપેક્ટરની ભરતી માટે ઉમેદવારે ત્રણ પ્રકારની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. જેમાં પહેલા ફિઝીકલ પરીક્ષામાં જો ઉમેદવાર પાસ થાય તો પ્રિલીમ પરીક્ષા અને ત્યારબાદ મેઇન્સ પરીક્ષા આ પ્રકારના તબક્કામાંથી દરેક ઉમેદવારે પસાર થવું પડે છે. તેમાં પણ ફિઝીકલ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારમાં પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવે છે.
જેથી પ્રિલીમ પરીક્ષા માટે ઉમેદવાર ઘટી જાય. જોકે આ શોર્ટ લિસ્ટ કરવાની બાબતને લઈને ઙજઈં બનવા માંગતા ઉમેદવારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં તેઓની રજુઆત હતી કે ફીઝીકલ પરીક્ષા પાસ થયેલા તમામ ઉમેદવારને પ્રિલીમ પરીક્ષા આપવા ક્વોલિફાય કરાય. શોર્ટ લિસ્ટ કરવાથી તેઓને ફિઝીકલ પરીક્ષા પાસ કર્યા છતાં તેઓને આગળ જવા ચાન્સ મળવો જોઈએ. હાઇકોર્ટમાં અરજદારના એડવોકેટ એસ.પી મજમુદાર અને રિષભ મુનશોએ દલીલ કરી હતી કે, આ પિટિશનમાં ઙજઈં બનવા માંગતા ઉમેદવારની માંગણી યોગ્ય કહી શકાય. કારણ કે જો તે ફીઝીકલ ટેસ્ટમાં સક્ષમ હોય અને પાસ થયા હોય તો તેમાંથી કોઈને શોર્ટ લીસ્ટ કરવાએ ઉચિત નથી. કારણે કે તે શોર્ટ લિસ્ટમાં બહાર નીકળેલા અને પસંદગી પામેલા ઉમેદવાર બંને સરખું મહત્વ ધરાવે છે. તેઓને પ્રિલીમમાં તેઓના રિઝલ્ટ પ્રમાણે શોર્ટ લિસ્ટ કરે તે ઠીક છે પણ જો તેઓ ફિઝિકલ પરીક્ષા પાસ કરી ચુક્યા હોય તો તેમને એટલું જ મહત્વ મળવું જોઈએ. આ તમામ ઉમેદવાર ફિઝીકલ પરીક્ષા માટે ઘણી મહેનત કરે છે. જેથી તેઓની ફિઝીકલ અને તેમના નોલેજ એમ બંનેને સરખું મહત્વ આપવું જોઈએ. આ રીતે તેઓને નકારી ન શકાય.
હાઇકોર્ટે બંને પક્ષની રજુઆત સાંભળતા કહ્યું કે, જો ઉમેદવાર ફિઝીકલ ક્રાઇટેરિયામાં ફિટ હોય અને ફિઝીકલ પરીક્ષામાં પણ પાસ થયો હોય, તો તેને કેમ રોકી શકાય. પરીક્ષાની પેટર્ન બદલાઈ એ બાબત અહીંયા ઉલ્લેખી ન શકાય પણ આ ઉમેદવારને પૂરતો ચાન્સ મળવો જોઈએ. સરકાર આ રીતે કેમ શોર્ટ લિસ્ટ કરી શકે?
આમાં એ પણ બને કે જેને શોર્ટ લિસ્ટ કર્યો છે એ પ્રિલીમ અને મેઇન્સમાં સારો સ્કોર ન પણ કરી શકે છે. સરકાર આ બાબતે જવાબમાં એફિડેવિટ રજૂ કરે અને આ બાબતે વધુ સુનવણી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
સરકાર બે સપ્તાહમાં
એફિડેવિટ રજૂ કરશે
સરકાર તરફથી આ મામલે દલીલ કરવામાં આવી કે આ પરીક્ષાની પેટર્ન બદલાઈ છે. પહેલા અમે પ્રિલીમ, મેઇન્સ અને પછી ફિઝીકલ પરીક્ષા
લેતા હતા. હવે પહેલા ફિઝીકલ પરીક્ષા લેવાય છે. જેથી ઉમેદવારનું ભારણ વધી જાય. અમે કોવિડમાં ફિઝીકલ પરીક્ષા લીધી નથી. એ ક્યારે લેવાશે એ પણ અત્યારે કહી નહીં શકાય. આ બાબત બોર્ડે નક્કી કરીને નિર્ણય લીધો છે. સરકારના વકીલ તરફથી દલીલ કરાઈ હતી કે, મારું માનવું છે કે, આ પિટિશનમાં અરજદારની માંગ ઉચિત નથી. આ મામલે હું બે વીકની અંદર એફિડેવિટ રજૂ કરીશ.

રિલેટેડ ન્યૂઝ