જીએસઅનેપીનો સુભિક્ષા પ્રોજેકટમાં રાજકોટ નારી ગૃહમાં નિદાન કેમ્પ યોજાયો

રાજકોટ,તા.21
તા. 20ના રોજ ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઇ.વી./એઈડ્સ (જી.એસ.એન.પી.+) હેઠળ અમલી સુભીક્ષા+ પ્રોજેક્ટ અંતર્ગત અને ઈના પ્રાથમિક તપાસ માટે કેમ્પ આયોજિત થયો. ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી (ૠજઅઈજ)ના માર્ગદર્શન હેઠળ આ સુભીક્ષા+ કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યરત વિવિધ કારાગૃહ તેમજ મહિલા અને બાળકલ્યાણ વિભાગના સહયોગથી તેમજ રાજ્યમાં કાર્યરત મહિલા આશ્રયઘર ( નારી સંરક્ષણ ગૃહ, સ્વધાર ગૃહ, ઉજ્જવલા ગૃહ અને સખી વન સ્ટોપ સેન્ટરના લાભાર્થી બહેનોના હિતાર્થે આયોજિત કરવામાં આવે છે. ઇંઈંટ અને ટીબી જેવી બીમારીનું વહેલું નિદાન થાય તો લાભાર્થીને સારવાર વહેલી શરૂ કરી આરોગ્યલક્ષી સુખાકારી વધારી શકાય છે. તેમજ સરકારની આર્થિક, સામાજિક અને આરોગ્ય સબંધિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ લાભાર્થીઓ સુચારુ રીતે પહોંચાડી શકાય છે. આજ રોજ રાજકોટ જિલ્લાના નારીગૃહમાં આશ્રિત 11 લાભાર્થી બહેનો અને 6 કર્મચારીગણ દ્વારા સ્ક્રિનિંગ ટેસ્ટ કેમ્પનો લાભ લીધો. સુભીક્ષા+ પ્રોજેક્ટના સ્ટેટ પ્રીઝન કોર્ડીનેટર ધર્મેન્દ્ર આર. પટેલ તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રીઝન પીઅર મોબીલાઈઝર દ્વારા આ કેમ્પ દરમ્યાન બહેનોને ગ્રુપ કાઉન્સિલ તેમજ જરૂરી માહિતી આપવામાં આવી. પી. ડી.યુ. હોસ્પિટલના ઇન્ચાર્જ-મેડિકલ ઓફિસરના સહયોગથી આઈસી ટીસીના લેબ ટેકનીશ્યન સોનાબેન જોશી દ્વારા જરૂરી સેમ્પલ કલેકટ કરવામાં આવ્યાં. સરકારના એચ.આઇ.વી. માટેના રાષ્ટ્રીય લક્ષ્યાંક 95-95-95ને સિદ્ધ કરવા માટે પૂરક પ્રોગ્રામ તરીકે સુભિક્ષા+ કાર્યક્રમ અગત્યનો છે.

રિલેટેડ ન્યૂઝ