રાજકોટમાંથી ડોકટરના નામે ઉટવૈદ્ય પકડાયો

અઢી વર્ષથી કલીનીક ચલાવતો હતો

રાજકોટ તા. 21
રાજકોટમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ કોરોના કાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અનેક બોગસ તબીબોને ઝડપી લીધા છે. ત્યારે કોઠારીયા સોલવન્ટમાં લોકોના આરોગ્યસાથે ચેડા કરતા વધુ એક બોગસ તબીબને ઝડપી લીધો છે. હાલમાં વિશ્ર્વભરમાં કોરોના મહામારી ચાલતી હોય જે અનુસંધાનમાં રાજકોટ શહેરની આમ જાહેર જનતાના સ્વાસ્થ્યસાથે કોઈ ચેડા કે બેદરકારીન થાય તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદ ડીસીપી પ્રવિણકુમાર, મનોહરસિંહ જાડેજા તેમજ એ.સીપી ક્રાઈમ ડીવી બસીયાએ સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વીકે ગઢવીના માર્ગદર્શન મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર યુબી જોગરાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ સીએમચાવ્ડા તથા પો. કોન્સ. કરણભાઈ મારુ ને મળેલ સંયુક્ત હકીકતના આધારે ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ શીતળા ધાર 25 વારીયામાંથી શ્રી નાથજી ક્લીનીક નામનું ક્લીનીક ખોલી ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર તરીકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વિમલભાઈ કેશુભાઈ સીતાપરાને ઝડપી લીધો છે. અને રાજકોટ અલગ અલગ જાતની દવા તથા મેડીકલ સાધનો તથા રોકડા રુપિયા મળી કુલ રુ. 22,756 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ