મ્યુનિ. કમિશ્નરે સાંઢિયાપુલ, મણિયાર હોલની મુલકાત લીધી

ઓર્ગેનિક વેસ્ટ ક્ધવર્ટર પ્લાન્ટની જાણકારી મેળવી

રાજકોટ તા,23
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી અમિત અરોરાએ આજે તા. 23-07-2021ના રોજ જામનગર રોડ પરનો સાંઢિયા પુલ, જયુબિલી ગાર્ડન, અરવિંદભાઈ મણીયાર હોલની મુલાકાત કરી હતી. આજની સાઈટ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ એરપોર્ટ ફાટક અને જયુબેલી ગાર્ડન ખાતેના ઓર્ગેનિક વેસ્ટ ક્ધવર્ટર પ્લાન્ટની પણ મુલાકાત કરી હતી અને શાકભાજીના કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા વિશે જાણકારી મેળવી હતી. મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ,આર,સિંઘ અને શ્રી ચેતન નંદાણી, એડી. સિટી એન્જી. એચ. એમ. કોટક, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા, ડાયરેકટર ગાર્ડન્સ એન્ડ પાર્કસશ્રી ડો. કે. ડી. હાપલીયા, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, એટીપી અઢીયા, ડીઈઈ અમ્બેશ દવે, ડીઈઈ શ્રીવાસ્તવ અને પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહયા હતાં.

રિલેટેડ ન્યૂઝ