સહકાર ગૃ્રપ દ્વારા કસ્તુરબા માનવ મંદિરના મનો દિવ્યાંગો માટે વેકસીન કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.24
કોરોનાની મહામારીમાં સંભવિત ત્રીજી લહેર પ્રસરે તે પહેલા દેશમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. સામાન્ય નાગરિકો તો વેક્સિન લઈ રહ્યા છે. ત્યારે દિવ્યાંગ લોકો માટે અનોખી સેવા માટે રાજકોટમાં સહકાર ગુપ દ્વારા સૌપ્રથમ વખત દિવ્યાંગ વેક્સિનેશન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલા માનવ મંદિર ખાતે યોજાયેલા મનો દિવ્યાંગો માટે કોરોના વેક્સીન કેમ્પમાં 76 જેટલા મનોદિવ્યાંગ લોકોને ક્રોરોનાની પ્રથમ રસી આપવામાં આવી હતી. રાજકોટના સહકાર ગુપ તથા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના સહયોગથી આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનવ મંદિરમાં રહેતા માનોદિવ્યાંગ લોકોને કોરોના સામે રક્ષણ આપવા કોરોના રસી આપવી જરૂરી હોય અને તમેની પાસે આધારેકાર્ડ કે અન્ય કોઈ દસ્તાવેજ ન હોય આ બાબતની માહિતી રાજકોટ સહકાર ગુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા(પીન્ટુભાઈ ખાટડી)ને મળી હતી.માનોદિવ્યાંગોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવો જરૂરી હોય સહકાર ગુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરને મળી સમગ્ર બાબતથી વાકેફ કરી વેક્સીન કેમ્પનું આયોજન કરવા જણાવ્યું હતું, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે આ અંગે ડીડીઓ દેવ ચૌધરી અને જિલ્લા પંચાયત આર્યોગ્ય વિભાગના અધિકરી સાથે વાતચીત કરી વેક્સીન કેમ્પ યોજવા જણાવ્યું હતું. સહકાર ગુપ તેમજ માનવ મંદિરના ધીરુભાઈ કોરાટના સહયોગથી મનો દિવ્યાંગો માટે કોરોના વેક્સીન કેમ્પના આયોજનનો નિર્યણ લેવાયા બાદ આજે રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલા માનવ મંદિર ખાતે આ કેમ્પ યોજાયો હતો જેમાં ત્યાં રહેતા 76 માનોદિવ્યાંગોને કોરોના વિકસીન આપવમાં આવી હતી.મનો દિવ્યાંગ વ્યક્તિઓને સુગમ્ય વાતાવરણમાં કોવિડ-19ની મહામારીથી રક્ષણ મળે તે હેતુ અને આવનાર કોરોનાની અન્ય લહેરમાં મનો દિવ્યાંગોને આ રોગથી રક્ષણ મળે તથા મનો દિવ્યાંગો સુવિધાયુક્ત વેક્સિનેશન કરાવી શકે તે હેતુથી આ મનોદિવ્યાંગ વેક્સિનેશન કેમ્પનું આયોજન થયું હતું. જેમાં 76 જેટલા મનો દિવ્યાંગોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. તસહકાર ગુપના પ્રમુખ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા(પીન્ટુભાઈ ખાટડી) ઉપપ્રમુખ સંદીપ બગથરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ