સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે અનેક યાર્ડ રહ્યા બંધ

પ્રતિનિધિ દ્વારા રાજકોટ, તા.13
સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે આજે અનેક યાર્ડ બંધ રહ્યા હતા. આ સિવાય લોકલ બજારોમાં પણ બંધ જેવો માહોલ હતો. ખાંડ બજારમાં આવકમાં ઘટાડો હતો જો કે ભાવમાં કોઈ ફેરફાર નહોતો. ચણા બેસન બજાર સ્થિર હતું. એરંડા બજાર નરમ જણાતું હતું. રૂ કપાસ બજાર મક્કમ હતું. જ્યારે સોના ચાંદી બજારમાં ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
મગફળી
મગફળી બજારમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો. જૂનાગઢમાં આજના ભાવ જોઈએ તો પિલાણ 25,000, જી 10 28,000, જી 20 28,500 અને ટી જે 37ના ભાવ 28,300 હતા.
ખાદ્યતેલો
રાજકોટમાં ભારે વરસાદના પગલે ખાદ્યતેલ બજાર બંધ રહ્યું હતું.
ખાંડ
ખાંડ બજારમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. રાજકોટમાં આજે 500 ગુણી ખાંડની આવકે સરેરાશ ભાવ ડી ગ્રેડનાં 3850 – 3900 અને સી ગ્રેડનાં ભાવ 3950 – 4000 રહ્યા હતા.
ચણા – બેસન
ચણા બેસન બજાર સતત જળવાયેલું જોવા મળ્યું છે. રાજકોટમાં ચણા 5300 – 5400, બેસન 5200 – 5300 અને ચણા દાળ 6500 – 6700 ઉપર રહ્યા હતા.
એરંડા
એરંડા બજાર નરમ જોવા મળ્યું છે. દિવેલના ભાવ 1275 – 1285 હતા.
એરંડા બજારમાં આજે ગુજરાતમાં 23,000 – 25,000 ગુણીની આવક હતી જ્યારે ભાવ 1230 – 1245 હતા. સૌરાષ્ટ્રમાં 1200 – 1300 ગુણીની આવક વચ્ચે આજના ભાવ 1180 – 1220 રહ્યા હતા. મુખ્ય પીઠામાં જગાણા 1273, કડી 1265 – 1270, કંડલા 1265, માવજીહરી 1250 – 1255 અને ગિરનારના ભાવ 1245 – 1250 હતા.
રૂ કપાસ
રૂ કપાસ બજાર મક્કમ જોવા મળ્યું હતું. રાજકોટમાં રૂ ગાંસડી 54,000 – 55,500, કપાસિયા 800 – 825, માણાવદર રૂ ગાંસડી 57,000 – 57,300 અને કપાસિયા 800 – 860 હતા.
કપાસ બજારમાં જોઈએ તો દેશમાં 2500 ગાંસડી, ગુજરાતમાં 500 ગાંસડીની આવક હતી. જ્યારે સૌરાષ્ટ્રમાં 1500 મણની આવક વચ્ચે ભાવ 1100 – 1400 જણાતાં હતા. સુરેન્દ્રનગર વાયદો 1424 હતો.
કપાસિયા ખોળ રાજકોટમાં 1350 – 1900, કડીમાં 1800 – 1820 અને માણાવદર 1680 ઉપર હતો.
સોના ચાંદી
ભારતીય સોના ચાંદી બજાર નરમ જોવા મળ્યું હતું. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રા 64,000 અને સોનામાં સ્ટાન્ડર્ડ 48,550 ભાવ રહ્યા હતા. બિસ્કિટ 4,85,500 હતું.

રિલેટેડ ન્યૂઝ