ભારે વરસાદના કારણે રાજકોટ એસ.ટી વિભાગે 30 થી વધુ રૂટ બંધ કર્યા

રાજકોટ તા. 13
સૌરાષ્ટ્રભરમાં અને એમાય જામનગર, કાલાવડ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ, નદી, નાળાઓ છલાઈ ગયા હતા. પરિણામે રાજકોટ એસ.ટી. વિભાગે અમદાવાદ, જામનગર, ખંભાળીયા, લાલપુર, કાલાવડ, સહિતની 18 રુટની ટ્રીપ રદ કરી હતી. આ કારણે મુસાફરો પરેશાન થયા હતા. પરંતુ એસ.ટી. વિભાગ પણ રુટ બંધ કરવામાટે પણ મજબુર હતું. આ અંગે એસટી વર્તુળમાંથી જાણવા મળતી વિગત મુજબ આજે પડેલા ભારે વરસાદને કારણે જામનગર, કાલાવડ, હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. અને સલામતીને ખાતર જામનગર, ખંભાળીયા, કાલાવડ, સહિતની 18અપ-ડાઉન ટ્રીપ રદ કરવામાં આવી હતી. તો રાજકોટ અમદાવાદની 5 એક્સપ્રેસ રદ કરાઈ હતી. તેમજ મોટા વડાળા, વરુડી માતા, વજીખા ખડીયા, સહિતની નાઈટની બસ (રાત્રી રોકાણ કરતી બસ) પણ રદ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ