વિરપુર નજીક વિજળી પડતાં ભેંસો ચરાવતા યુવકનું મોત

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.14
વિરપુરના મેવાસા ગામે વિજળી પડતાં ભેંસો ચરાવતા ભરવાડ યુવાનનું મોત નિપજ્યું છે. વિરપુર પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, વિરપુરના મેવાસા ગામે રહેતો ભરત રતાભાઈ ઘોડાસરા (ઉ.વ.18) નામનો ભરવાડ યુવાન આજે બપોર બાદ અન્ય યુવકો સાથે ગામની સીમમાં પોલણ તરીકે ઓળખાતી ધાર પર ભેંસો ચરાવતો હતો ત્યારે કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને વિજળી પડતા ભેંસો ચરાવી રહેલો ભરત ઘોડાસરા ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે જેતપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં વિરપુર પોલીસ મથકના જમાદાર ભોળાભાઈએ હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ભરત બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો. યુવાન પૂત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ