ગોંડલ પંથકમા પુરમાં ફસાયેલી 35 વ્યકિતઓનો કરાયો બચાવ

(પ્રતિનિધિ દ્વારા)
ગોંડલ તા. 14
ગોંડલ પંથકમાં છેલ્લા બે દિવસ થી અંદાજે ચૌદ થી પંદર ઇચમુશળધાર વરસાદ વરસ્યો હોય તાલુકા નાં કોલીથડ,ડૈયા વિસ્તારમાં ખાનાખરાબી સર્જાઇ છે.
ગોંડલ વિસ્તાર માં છેલ્લા 48 કલાક માં ભારે વરસાદ પડી રહયો હોય પાટીયાળી પાસે નો મોતિસર તથાં લુણીવાવ પાસે નો વાછપરી ડેમ ઑવરફલો થતાં બન્ને ડેમ નાં પાણી એ કોલીથડ,ડૈયા,ત્રાકુડા નાં સીમ વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી.
આ વિસ્તારો અસરગ્રસ્ત બન્યા ની જાણ થતાં તંત્ર ની સાથે યુવા અગ્રણી ગણેશસિહ જાડેજા,પ્રફુલ ટોળીયા,અલ્પેશ ઢોલરીયા,અશોક પીપળીયા,રાજેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત જીલ્લા પંચાયત નાં કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સહીત નાં આગેવાનો એ જીવ નાં જોખમે દોરડાં ની મદદથી ડૈયા સીમ વિસ્તાર માં ખેતર માં ફસાયેલા પંદર વ્યક્તિઓ તથાં કોલીથડ માં પંચાવન વ્યક્તિઓ નો બચાવ કર્યો હતો.બચાવ કાયઁ માં પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ,ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી હતી.કોલીથડ નાં નિચાણવાળા વિસ્તારો માં આવેલાં મફતીયાપરાં માં રહેણાંક મકાનો માં પાંચ થી છ ફુટ પાણી ભરાતાં પંચાવન વ્યક્તિઓ નો બચાવ કરી સાડા ચારસો વ્યક્તિઓ નું સ્થળાંતર કરાયું હતું.સહદેવસિંહ જાડેજા દ્વારા સ્કુલ તથાં પાર્ટી પ્લોટમાં ભોજન સહીત વ્યવસ્થા કરાઇ હતી.
નદીઓ નાં ભારે પુર માં ખેતર વચ્ચે મહીલાઓ અને બાળકો સહીત ફસાયેલાં પરીવારો નાં તાકીદ નાં બચાવ માટે જીલ્લા પ્રશાસન ને જાણ કરી હેલીકોપ્ટર ની મદદ લેવાઇ હતી.જામનગર થી હેલીકોપ્ટરી કોલીથડ પંહોચ્યુ પણ હતું પરંતુ ખરાબ હવામાન ને કારણે લેન્ડીંગ થઇ ના શકતાં પરત ફર્યું હતું.બીજી બાજુ પુર નાં પાણી વધતાં હોય ફસાયેલા લોકો નાં જીવ જોખમમાં મુકાયા હોય આખરે ગણેશસિહ જાડેજા સહીત નાં આગેવાનો એ છાતી સમાણાં પાણી માં જીવ નાં જોખમે દોરડાં ની મદદથી રેસ્ક્યુ હાથ ધરી લોકો નાં જીવ બચાવ્યાં હતાં

રિલેટેડ ન્યૂઝ