રાજકોટમાં વીજશોકથી મહિલાને કાળ ભેટ્યો

પાણીની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો: પરિવારમાં શોક

રાજકોટ,તા.14
શહેરના સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ કર્વાટરમાં પાણીની મોટર ચાલુ કરતી વેળાએ વીજશોક લાગતા મહિલાનું મોત નીપજયું છે.
જાણવા મળતી વિગત મુજબ ગુરૂજીનગર આવાસ કર્વાટરમાં રહેતા અમીબેન અશોકભાઈ જોટંગીયા (ઉ.વ.35)નામની વાળંદ મહિલા આજે સવારે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા હતા ત્યારે અચાનક પાણીની મોટરમાંથી વીજકરંટ લાગતા તેને સારવાર માટે ખસેડાતા તેમનું મોત નીપજયું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં અમીબેનના પતિ ખાણીપીણીની ધંધો કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ