રાજકોટમાં 24 કલાકમાં ઝાપટાથી 11 ઇંચ

અનરાધાર વરસાદથી નદી – નાળાં છલકાયા, જળાશયોમાં નવા નીરની ધીંગી આવક

જેતપુરમાં યુવાન રિક્ષા સાથે પૂરના પાણીમાં તણાયો
જેતપુરમાં દેરડી રોડ પર આવેલા આવાસના કવાર્ટરમાં રહેતો અને રિક્ષા ચલાવતો હારૂન મામદભાઇ નાયનો 40 વર્ષનો યુવાન આજે રાત્રે રિક્ષા લઇને ઘરે પરત ફરી રહ્યો હતો.દરમિયાન દેરડી પાસેના બેઠા પુલ પર પુરના પાણી ફરી વળ્યા હતા. આમ છતાં હારૂને પુરના પાણીમાં રિક્ષા જવા દીધી હતી. આ વેળાએ પાણીનો પ્રવાહ વધતા યુવાન રિક્ષા સાથે પુરના પાણીમાં તણાઇ ગયો હતો. આ અંગેની જાણ થતાં તરવૈયા અને પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 14
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઝાંપટાથી માંડીને 11 ઇંંચ સુધીનું પાણી વરસી જતાં નદી – નાળમાં પુર ઉમટ્યા હતા. જ્યારે જળાશયોમાં નવાનીરની જબરી આવક થઇ હતી. જો કે મંગળવારે પણ જિલ્લાના જામકંડોરણા, ધોરાજી, ગોંડલ, સહિતના તાલુકાના મથકોમાં નોંધનીય વરસાદ વરસ્યો હતો.
રાજકોટ શહેરમાં આજે મેઘવિરામ રહ્યો હતો. બપોરના સમયે વીજળીના કડાકા – ભડાકા સાથે વરસાદી માહોલ છવાય ગયો હતો. પરંતુ મેઘાડંબર વચ્ચે ઝાપટું પડી ગયું હતું.
દરમિયાન ગોંડલમાં આજે બપોરે ધોધમાર ઝાંપટુ વરસી ગયું હતું. આમ દિવસ દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
જામકંડોરણામાં એકજ દિવસમાં 10 (દશ)ઈચ
જામકંડોરણામાં સોમવારે એક્જ દિવસમાં દશ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી જોવા મળી રહયા હતા જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારો મોજખીજડીયા,જામઠાદર,માત્રાવડ, ગુંદાસરી સહિતના ગામોમાં પણ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી મોજખીજડીયામાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાતા લોકોનું ચિત્રાવડ સ્કુલમાં તંત્ર દ્વવારા સ્થળાંતર કરવામાં આવેલ તેમજ તાલુકા ગુંદાસરી ગામે નદી કાંઠાના ધરોમાં પાણી ઘુસી જતાં લોકોની ધરવખરી પલળી ગઇ હતી અને ગુંદાસરી ગામે બે રહેણાંક મકાનો ધરાશાયી થયા હતા કોઇ જાનહાની થઇ નથી તેમજ સહકારી મંડળી અને દુધ મંડળીમાં પણ પાણી ભરાતા નુક્શાન થયેલ છે તાલુકાના સાતોદડ ગામે સાતુદડી નદી બે કાંઠે વહેતા આ નદી કાંઠાના રાજપરા ગામમાં રસ્તાઓમાં પાણી ફરી વળ્યા હતા તેમજ રાજપરા ગૌશાળાની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી સમગ્ર પંથકમાં નદી નાળા ચેકડેમો છલકાઇ ગયા હતા અને નદી કાંઠાના ખેતરોમાં પણ નુક્શાન થયું છે.
જામકંડોરણાનો ફોફળ ડેમ ગતરાત્રે દશ ફુટે ઓવરફલો થયો
જામકંડોરણા શહેર તેમજ તાલુકાને અને ધોરાજીને પીવાનું પાણી પુરૂ પાડતો જીવાદોરી સમાન ફોફળ ડેમ કાલે એક્જ દિવસમાં અઢાર ફુટ જેટલું નવું પાણી આવતા કાલે સાંજે પાંચ વાગ્યે ઓવરફલો થઇ ગયો હતો જોકે ઓવરફલોનો પ્રવાહ વધતા રાત્રે આ ડેમ દશ ફુટે ઓવરફલો થઇ રહયો હતો આજે સવારે પાંચ ફુટ ઓવરફલો ચાલુ હતો
જામકંડોરણામાં આજે 59 મી.મી. વરસાદ
જામકંડોરણામાં આજે સવારથી સાંજ સુધીમાં 59 મી.મી.વરસાદ પડેલ છે આ સાથે મોસમનો કુલ વરસાદ 601 મી.મી.થયેલ છે.
ધોરાજીમાં દોઢ ઇંચ
ધોરાજી ખાતે આજરોજ સવારથી બપોર સુધીમાં ફરી દોઢ ઇંચ જેટલો વરસાદ ધીમીધારે વરસ્યો હતો.
ધોરાજીમાં 13 તારીખ ના રોજ થયેલ અતિવૃષ્ટિને કારણે ધોરાજી ઉપલેટા પંથકમાં ભાદર, વેણુ, મોજ, અને ફોફળ નદીમાં ઘોડાપુર ઉમટયા હતા અને વેણુ મોજ ભાદર શહીત અન્ય ડેમો ભરાઈ જતાં ડેમોમાંથી જ્ઞદયરિહજ્ઞૂ થયેલ પાણી નદીઓમાં છોડવું પડ્યું હતું જેને કારણે નદીઓનાં ધસમસતા પાણીના પ્રવાહમાં નીચાણવાળા વિસ્તારના ગામોમાં અને સીમ વિસ્તારમાં ઘુસી જતા નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં ખૂબ મોટા પાયે ધોવાણ થયું હોય અને ખેડૂતોને વ્યાપક નુકસાની થઈ હોય તેવું જણાઈ રહ્યું છે.
મોટીમારડમાં ચાર ઇંચ
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં છત્રીસ કલાક મેઘાએ બાનમાં રાખ્યા બાદ સવારથી મેઘાએ વિરામ લેતા ઉઘાડ નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો સવારે સૂર્યદેવે પણ દસ્તક દેતા વાતાવરણ એકદમ ખુલ્લું થયું હતું પરંતુ બપોરબાદ સાડાત્રણ વાગ્યે વાતાવરણમાં એકદમ પલટો આવ્યો હતો જે થોડીજ્વારમાં મેઘાએ જોરદાર દસ્તક દેતા વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ આવતા મુશળધાર બે કલાક સુધી પાણી વરસ્યું હતું જે ચાર ઇંચ જેટલો વરસાદ પડી જતા રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા હતા ગામની વચ્ચે જ પ્રસાર થતી ફુલઝર નદી ફરી બે કાંઠે વહેવા લાગી હતી બે જગ્યાએ વીજળી પડવાના સમાચાર મળ્યા છે પણ કોઈ જાનહાની ના સમાચાર નથી વીજળીના જોરદાર કડાકા થી લોકો ઘરમાં પુરાઈ ગયા હતા.સીઝનનો કુલ ચોત્રીસ ઇંચ વરસાદ પડી ગયો છે ફુલઝર ડેમ ફરીથી આજે ત્રણ ઇંચથી ઓવરફ્લો થયો છે. કપાસના પાકને મોટુ નુકશાની આવે તેવી સંભાવના છે.
ભાયાવદરમાં 21 ઇંચ
ભાયાવદરમાં સહિતના ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદ સાથે ભાયાવાદરમાં 21 ઇંચ વરસાદથી આજુબાજુના વડાળી 19, થીરસરા ઘેટીયા 20, અરણી 21, સાજડીયાળી 20 ઇંચ વરસાદથી મોજ ડેમ ભરાઇ ગયો હતો અને મોજડેમનું પાણી જલારામ મંદિર સુધી પાંચ પાંચ ફુટ પાણી આવી જતાં ભાયાવદર ઉપલેટા રોડ બંધ થઇ ગયો હતો. રૂપાવટી નદીનું પાણી સેલ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો ધોવાઇ ગયા હતા. અને મોજ ડેમના 27 પાટિયા 8 ફુટ ખોલાયા હતા. ઠેર ઠેર શહેરના રસ્તાઓ ધોવાઇ ગયા છે. નગરપાલિકાના પ્રમુખ નયન જીવાણીની ટીમ શહેર જુદા જુદા વિસ્તારમાં ફરીને લોકોને સાવધા કરેલ હતા. વરસાદથી ખેતરોમાં ધોવાણ થઇ ગયા છે. અને લાખો રૂપિયાનું નુકશાન ખેડૂતોને થઇ ગયું છે.
જેતપુરમાં યુવાન રિક્ષા સાથે પૂરના પાણીમાં તણાયો
જેતપુરમાં દેરડી રોડ પર આવેલા આવાસના કવાર્ટરમાં રહેતો અને રિક્ષા ચલાવતો હારૂન મામદભાઇ નાયનો 40 વર્ષનો યુવાન આજે રાત્રે રિક્ષા લઇને ઘરે પરત ફરી રહ્યો હતો.
દરમિયાન દેરડી પાસેના બેઠા પુલ પર પુરના પાણી ફરી વળ્યા હતા. આમ છતાં હારૂને પુરના પાણીમાં રિક્ષા જવા દીધી હતી. આ વેળાએ પાણીનો પ્રવાહ વધતા યુવાન રિક્ષા સાથે પુરના પાણીમાં તણાઇ ગયો હતો. આ અંગેની જાણ થતાં તરવૈયા અને પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ