રાજકોટ શહેર – જિલ્લામાં પાણીના પ્રવાહમાં તણાયેલા બે બાળક સહિત પાંચના મોત

રાજકોટમાં બે, લોધિકા, પડધરી અને ઉપલેટામાં ભારે વરસાદે વિનાશ વેર્યો : મૃતકોના પરિવારમાં માતમ

રાજકોટમાં પાણીના વહેણમાં તણાયેલા પ્રૌઢાનો મૃતદેહ મળ્યો
રાજકોટમાં પરસાણાનગરમાં રહેતા સીમાબેન રતનભાઇ મોટવાણી (ઉ.વ. 51) નામના પ્રૌઢા ગઇ કાલે મંદિરેથી દર્શન કરી પરત ઘરે આવતા હતા. ત્યારે વરસાદના કારણે ઘર નજીક પસાર થતાં વોકળામાં પાણીના વહેણમાં પગ લપસી જતાં તેઓ તણાઇ જતાં ફાયર બ્રીજેડના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન 24 કલાક બાદ આજે બપોરે પોપટપરા સ્મશાન પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

રાજકોટ તા,14
રાજકોટ સહિત જિલ્લામાં આભ ફાટયું હોય તેમ એક જ દિવસમાં 6થી 18 ઈંચ વરસાદના કારણે શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાયા હતા અનેક રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા તેમા લોધીકાના છાપરા ગામે નદિમાં તણાયા ઉધયોગ પતિનો મૃત દેહ મળી આવ્યો હતો રાજકોટમાં વરસાદી પાણી ભરેલા બાંધકામની સાઈડના ખાડામાં ડૂબી જતાં માસુમ બાળક, કાગદડીમાં કાર પાણીમાં તણાઈ જતા ન્યારાના વૃધ્ધા, પડધરીના મોટા ખીજડીયામાં 4 વર્ષનો બાળક વોંકળામાં તણાઈ જતા, અને ભાયવદર અને હરણી ગામ વચ્ચે નદીના પાણીમાં તણાઈ જતા યુવકનું મોત નિપજયું હોવાનું સરકારી તંત્રએ જાહેર કર્યું છે જયારે અન્ય બે ઘટનામાં ત્રણ લોકો પાણીમાં તણાઈ જતા શોઘખોળ હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં રહેતા ઉધ્યોગ પતિ કિશનભાઇ શાહ સહિત ત્રણ વ્યક્તિ લોધિકાના છાપરા ગામે નદિના વહેણમાં કાર સાથે તણાયા હતા
જેમા એકનો બચાવ થયો હતો જ્રયારે ઉધ્યોગપતિ કિશનભાઇ શાહનુ 12 કલાક બાદ મૃતદેહ મળિ આવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે જ્યારે લાપતા હજુ એક વ્યકિતની શોધખોળ કરવામાં આવી રહી છે. રાજકોટમાં અવેલા પુષ્કરધામ મેઈન રોડ પર શાક માર્કેટ પાસે વસંત કુંજ સાઈટમાં રહેતા કડીયા કામ કરતા નેપાળી પરિવારનો પુત્ર રોહિત યમરાજ ભાટ ( ઉ.વ 5 ) એ બપોરના શોચક્રીયા કરવા માટે વરસાદી ભરેલા ખાડા પાસે ગયો હતો. જ્યા અકસ્માતે પગ ખાડામાં લપસી પડતા ડૂબી જવાથી બાળકનું મોત નિપજયુ હતું. નેપાળી પરિવારની શોધખોળ બાદ મૃતદેહ ખાડામાંથી તરતો મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અજયસિંહ ચુડાસમાએ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.કાગદડી ગામના ઝાપા પાસે ધસમસતા પૂરના પાણીમાં પડધરીના ન્યારા ગામના ભરવાડ પરીવારની સેન્ટ્રો કાર પાણીમાં તણાઈ જતા ગામલોકોની મદદથી કારમાં સવાર ચાર લોકોમાંથી 3ને બચાવી લેવામાં આવ્યા હતા અને મણીબેન મૈયાભાઈ ગમારા(ઉ.વ.62) કારમાંથી નહી નિકળી શકતા અને પાણી જવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પૂરના પાણીમાં કારને દોરડાથી બાંધવામાં આવી હતી પરતું પાણીનો પ્રવાહ જોરદાર હોવાથી કાર પાણીમાં પલ્ટી ખાઈ ગઈ હતી તેના કારણે વૃધ્ધાનું મોત નિપજયું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધાને શ્વાસની બીમારી હોવાથી વૃધ્ધાને તેમનો પુત્ર સહિત ત્રણ વ્યક્તિ રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવતા હતા. પરંતુ વૃધ્ધાને સારવાર મળે તે પૂર્વે જ વૃધ્ધાનું પાણીના પ્રવાહમાં તણાઈ જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે બીજા બનાવમાં પડધરીના મોટા ખીજડીયા ગામની વાડીમાં રહેતો અને ખેતીકામ કરતા આદિવાસી પરીવાર ભારે વરસાદમાં ગામ તરફ આવતા હતો ત્યારે વાડીની બાજુમાં જ આવેલ વોંકળા પાસેથી પસાર થતા હતા ત્યારે 4 વર્ષના બાળકનો પગ લપસતા વોંકળામાં તણાઈ ગયો હતો બાળક વોંકળામાં તણાઈ જતા આજુબાજુની વાડી અને ગામ લોકો ઘટના સ્થળે દોડી આવી શોઘખોળ હાથ ધરી છે પરતું બાળકનો કોઈ પતો મળ્યો નથી.
ભયાવદર અને હરણી ગામ વચ્ચે આવેલી નદીમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર આવ્યું હતું. નદીમાં વહેતા પાણીના પ્રવાહમાં ત્રણ વ્યક્તિ તણાયા હતા. જેમાં બે વ્યક્તિને હાજર લોકોએ બચાવી લીધા હતા . જ્યારે અરવિંદભાઈ કાળાભાઈ વાઘ નામનો વ્યક્તિ લાપતા થઈ ગયો હતો. જેની ભારે શોધખોળ બાદ પણ કોઈ ભાળ નહિ મળતા લાપતા યુવકનું મોત નીપજ્યું હોવાની શંકા સેવાઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ