કાલે વડાપ્રધાનના જન્મદિવસે મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો

રાજકોટ,તા.15
મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર, ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, કોરોના સામે વેક્સિન રામબાણ ઈલાજ છે. શહેરના વધુ ને વધુ નગરજનો વેક્સિન લ્યે તે માટે શરૂઆતમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની જુદી જુદી સામાજીક સંસ્થાને જોડી અનેક વેક્સિનના કેમ્પો કરવામાં આવેલ. જેના કારણે પ્રથમ ડોઝ ખૂબજ બહોળી સંખ્યામાં શહેરીજનોએ વેક્સિન લીધેલ છે.
હાલમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવી રહી છે તા.17/09/2021ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના શુભ અવસરે મેગા વેક્સિન આપવાનું આયોજન કરેલ છે અને રાજ્ય સરકાર દ્વારા 20,000 વેક્સિનના ડોઝ આપવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર સહિત 31 કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જ્યારે બે કેન્દ્રો પર કોવેક્સિન રસી આપવામાં આવે છે. કોવીશિલ્ડ રસી પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જયારે કોવીશિલ્ડ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને 84 દિવસ થઇ ગયા હોય તેવા તમામ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.રાજકોટ શહેરમાં 18 થી 44 વર્ષના 45 મોટી વર્ષના ઉપરના તમામ લોકોના 2 ડોઝ પુરા થાય તે ખુબજ જરૂરી છે. હાલમાં, વેક્સિનના કુલ 15,13,237 ડોઝ લોકોને અપાઈ ચુક્યા છે; જેમાં 10,34,397 નાગરિકોએ પ્રથમ ડોઝ અને 4,78,840 નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે. તા.17/09/2021ના રોજ સરકાર દ્વારા વેક્સિનનો ખુબજ મોટો જથ્થો આપવામાં આવનાર હોય તો શહેરના નગરજનોને વેક્સિન લેવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ