રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 116 એસ.ટી.ના રૂટ હજુ બંધ

એસ.ટી. નિગમની ખોટનો આંકડો 8 લાખે પહોંચ્યો

રાજકોટ તા,16
હાઈ-વે અને રસ્તાઓ ઉપર પાણી ઓસરતા વાહન વ્યવહાર પૂર્વરત થયો છે અને એસ.ટી. દ્વારા પણ બસો દોડાવવામાં આવી રહી છે પરંતુ હજુ પણ મોટાભાગના રૂટો બંધ છે. જેમાં રાજકોટના 16 સહિત સૌરાષ્ટ્રના 100 રૂટ ઉપર એસ.ટી.ની સેવા બંધ છે. બંધ રૂટ ઉપરના મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા જાહેર કરેલ યાદી મુજબ રાજકોટ વિભાગમાં 20 રૂટ બંધ, 40 ટ્રીપ રદ, જામનગરમાં 36 રૂટ બંધ અને 211 ટ્રીપ રદ્દ, જૂનાગઢમાં 37 રૂટ બંધ, 97 ટ્રીપ રદ્, પોરબંદરમાં 16 ટ્રીપ રદ, દ્વારકામાં 4 રૂટબંધ, 18 ટ્રીપ રદ, ભાવનગરમાં 1 રૂટ બંધ, 2 ટ્રીપ રદ, કચ્છમાં 4 રૂટ બંધ, 4 ટ્રીપ રદ અને અમરેલીમાં 2 રૂટ બંધ, 20 ટ્રીપ રદ કરાઈ છે.એસ.ટી.ના રૂટ રદ અને ટ્રીપ થતા રૂા.8 લાખ આવકનો ફટકો પડ્યો છે અને સૌથી વધુ આવક જામનગર વિભાગે ગુમાવી છે જેમાં જામનગર વિભાગને રૂા.4.49 લાખ આવક ગુમાવી છે. જૂનાગઢને રૂા.1.27 લાખનું ગાબડુ પડ્યુ છે. રાજકોટે રૂા.51 હજાર નુકશાની થઈ છે કચ્છ વિભાગને રૂા.48 હજારની આવક ગુમાવવી પડી છે અને બંધ રૂટ ઉપર ફરી કયારે બસ દોડાવવામાં આવશે તે હાલ જણાવાયુ નથી.

રિલેટેડ ન્યૂઝ