આરટીઓમાં મોટર નંબરની નવી સીરીઝ

રાજકોટ, તા.16
રાજકોટ આરટીઓ દ્વારા ફોરવ્હીલ માટેની નવી એમઈ સીરીઝ ખૂલ્લી મૂકવામાં આવી છે. જેમાં ગોલ્ડન, સિલ્વર નંબરો લેવા ઈચ્છુક રસીયાઓએ તા.21/10 સુધીમાં ઓનલાઈન અરજી કરવા અપીલ કરાઈ છે.
રાજકોટ આરટીઓની યાદીમાં જણાવ્યા પ્રમાણે, મોટર કાર પ્રકારના વાહનો માટે જીજે 03 એમઈ સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની સિરીઝ ઈ-ઓક્શનથી શરૂ કરવામાં આવનાર છે. જેમાં 1, 5, 7, 9, 11, 99, 111, 333, 555, 777, 786, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9090, 9099, 9909, 9990, 9999 અને સિલ્વર નંબર 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001, 1008, 1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4554, 4567, 5000, 5005, 5400, 5445, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118, 8181નું ઈ-ઓકશન કરાશે.
ગોલ્ડન નંબર મોટર સાયકલના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂા.40,000, સિલ્વર નંબર મોટર સાયકલનાવ ાહનોમાં ઓછામાં અછી કિંમત રૂા.15,000 અને ગોલ્ડન, સિલ્વર સિવાયના અન્ય પસંદગીના નંબરોમાં મોટર સાયકલના વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂા.8000 અપસેટ પ્રાઈઝ રાજ્ય સરકારે નકકી કરી છે.
તેમજ ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.27/9/2021થી તા.18/10/2021 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનુંરહેશે તથા તા.19/10/2021ના રોજ સવારે 11 કલાકથી તા.21/10/2021ના સાંજના 4 કલાક સુધી ઓનલાઇ ઈ-ઓકશન ખૂલ્લું રહેશે તથા તા.21/10/2021ના રોજ સાંજના 4:15 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઈ-ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મૂકવામાં આવશે. તેમજ પરીવહન સાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે તેમ જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ