મનપાનું વેક્સિનેશન અભિયાન : શહેર આખામાં અનેક સ્થળે રસી અપાશે

21 આરોગ્ય કેન્દ્ર 26 ઓફીસ સહિત અનેક જગ્યાએ આયોજન

વેક્સિનેશન માટેના આરોગ્ય કેન્દ્રની યાદી
સેન્ટ્રલ ઝોન-7 સદર આરોગ્ય કેન્દ્ર શાસ્ત્રી મેદાન પાસે, કુંડલીયા કોલેજની બાજુમાં
વોર્ડ નં.2, 3 જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર રેલ્વે જંકશન સામે, વોર્ડ ઓંફીસની બાજુમાં
વોર્ડ નં.7 રામનાથપરા આરોગ્ય કેન્દ્ર રામનાથપરા, શેરી નં.-24
વોર્ડ નં.13 નારાયણનગર આરોગ્ય કેન્દ્ર નારાયણ નગર,મેઈન રોડ, ઢેબર રોડ ફાટક સામે
વોર્ડ નં.14 અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર લક્ષ્મીવાડી મેઈન રોડ, ગાત્રાળ ચોક
વોર્ડ નં.17 ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર બાબરીયા મેઈન રોડ, રઘુવીર સોસાયટી
વોર્ડ નં.17 હુડકો આરોગ્ય કેન્દ્ર કોઠારીયા મેઈન રોડ, હરીઘવા રોડ, પોલીસચોકી સામે
વોર્ડ નં.4 ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર ભગવતીપરા શેરી નં.- 5
વોર્ડ નં.4 મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર મોરબી રોડ, જકાતનાકા
વોર્ડ નં.5 આઈ. એમ. એ. આરોગ્ય કેન્દ્ર પેડકરોડ, સંત જ્ઞાનેશ્વર સ્કૂલની બાજુમાં
વોર્ડ નં.6 કબીરવન આરોગ્ય કેન્દ્ર કબીરવન સોસાયટી શેરી નં.-1, સંતકબીર રોડ
વોર્ડ નં.6 રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર રામપાર્ક કોમન પ્લોટ, ભાવનગર રોડ
વોર્ડ નં.15 સ્વ. શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર આંબેડકર નગર ગેઈટની બાજુમાં, 80 ફૂટ રોડ, રાજકોટ
વોર્ડ નં.16 પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર પ્રણામીચોક, સિયાણીમેઈન રોડ
વોર્ડ નં.18 કોઠારીયા આરોગ્ય કેન્દ્ર પારડી રોડ, કોઠારીયા ગામ
વોર્ડ નં.1,2 શ્યામ નગર આરોગ્ય કેન્દ્ર બિલેશ્વર મંદિર પાસે, શ્યામનગર 4/5 નો ખૂણો, ગાંધીગ્રામ
વોર્ડ નં.7 વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર વિજય પ્લોટ મેઈન રોડ, આર.પી. ભાલોડિયા કોલેજ સામે
વોર્ડ નં.8 નાના મૌવા આરોગ્ય કેન્દ્ર નાના મોવા ચોકડી પાસે
વોર્ડ નં.9, 10 નંદનવન આરોગ્ય કેન્દ્ર નંદનવન સોસાં. ગાંધીગ્રામ પોલીસચોકી સામે
વોર્ડ નં.11 મવડી આરોગ્ય કેન્દ્ર મવડી ગામ દાદા મેકરણ ચોક, મવડી રોડ
વોર્ડ નં.12 આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર આંબેડકરનગર, ગોકુલધામ મેઈન રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા

રાજકોટ તા.16
રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, તેમજ શહેરના 21 આરોગ્ય કેન્દ્રો અને 26 વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે વેક્સીનેશન સાઈટ ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેક્સીનેશન થશે. વિવિધ સ્થળોએ મોબાઈલ વાહન દ્વારા પણ શેરીઓ તેમજ મહોલ્લામાં અને સોસાયટીઓમાં વેકસીનેશન થશે.
આવતીકાલે તા.17-09-2021ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. આ અનુસંધાને શહેરની વિવિધ સંસ્થાઓ સાથે આજે તા.16-09-2021ના રોજ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં આવતીકાલે વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વેક્સીનેશનમાં બાકી રહેલા લોકોને આ વેક્સીનેશન મહાઅભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે.
આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ, તેમજ શહેરના 21 આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે વેક્સીનેશન સાઈટ ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેક્સીનેશન થશે અને અન્ય વિવિધ સ્થળોએ મોબાઈલ વેકસીનેશન વાન મોકલીને વેક્સીનેશન થશે. આ મહાઅભિયાનમાં હાઉસિંગ સોસાયટીઓ, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ્સ, હોકાર્સ ઝોન વગેરે સ્થળોને આવરી લેવામાં આવશે. મ્યુનિ. કમિશનર અંત અરોરા દ્વારા આ મહાઅભિયાન અનુસંધાને ડેપ્યુટી કમિશનરઓ, આસીસ્ટન્ટ કમિશનરઓ, અન્ય વહીવટી અધિકારીઓ, તબીબો વગેરેને જુદીજુદી જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર સહિત 31 કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જ્યારે બે કેન્દ્રો પર કોવેક્સિન રસી આપવામાં આવે છે. કોવીશિલ્ડ રસી પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જયારે કોવીશિલ્ડ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને 84 દિવસ થઇ ગયા હોય તેવા તમામ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા ખુબજ જરૂરી છે. જેથી જે નાગરિકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે અને 84 દિવસ થઇ ગયેલ છે તેવા તમામ નાગરિકોએ જરા પણ આળસ કર્યા વગર બીજો ડોઝ લઇ લેવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
તા.17/09/2021ના રોજ સરકાર દ્વારા વેક્સિનનો ખુબજ મોટો જથ્થો આપવામાં આવનાર હોઈ શહેરના નગરજનોને વેક્સિન લેવા ડો.પ્રદિપ ડવ, ડે.મેયર, ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ