આજે પી.એમ.ના જન્મ દિવસે સફાઈ અભિયાન

VV

તારીખ વાઈઝ વોર્ડ
તારીખ વોર્ડ નં. વોર્ડ નં. વોર્ડ નં.
17/09/2021 – 1 2
18/09/2021 4 8 –
19/09/2021 5 – 3
20/09/2021 – 9 7
21/09/2021 6 10 –
22/09/2021 15 – 13
23/09/2021 – 11 14
24/09/2021 16 12 –
25/09/2021 18 – 17

રાજકોટ તા.16
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના હિતમાં અનેક યોજનાઓ મુકેલ છે. સમગ્ર દેશમાં દેશવાસીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે માટે સ્વચ્છ ભારત મિશન અભિયાન શરૂ કરેલ છે. આવતીકાલ તા.17/09/2021ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન ડે ટુ વોર્ડ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
આ સફાઈ ઝુંબેશમાં સોલિડ વેસ્ટ વિભાગ મેનેજમેન્ટ સહિત જે તે વોર્ડના સંબંધક અધિકારીઓ દ્વારા વોર્ડની સફાઈ માટેની રૂટ વિગેરે નક્કી કરાશે. સફાઈ ઝુંબેશમાં જે.સી.બી., ડમ્પર, ટીપરવાન, ટ્રેક્ટર, જરૂરી સાધનો સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમ્યાન રોગચાળો પ્રસરે નહિ તે માટે મેલેરીયા વિભાગ દ્વારા વોર્ડમાં આવેલ નાના-મોટા ખાડા-ખાબોચિયામાં ખકઘ છંટકાવની કામગીરી, પુખ્ત મચ્છરના નાશ માટે ઘરની અન્ડર ફોગીંગની કામગીરી, વ્હીકલ માઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગની કામગીરી, ઘરમાં રહેલ પાણીના ટાંકા, પીપ, અન્ય પાત્રો ચકાસી મચ્છરના પોરા જણાય તો ટેમીફોશ દવા નાંખી મચ્છરના પોરાનો નાશ કરવાની કામગીરી, ઘરની અંદર કે બહાર મોટા ખુલ્લા પાણી ભરેલા પાત્રો હોય તો પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, પત્રિકા વિતરણ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ધરાશે. વિશેષમાં, બાંધકામ વિભાગ દ્વારા વોર્ડમાં ગારો-કીચડની સફાઈ તેમજ ગાર્ડન વિભાગ દ્વારા ઝાડ-પાન તથા ડાળીઓના કચરાઓનું નિકાલ કરાશે. આપણું શહેર સ્વચ્છ અને હરીયાળું બને તે માટે મહાનગરપાલિકા તંત્રની સાથે તમામ નગરજનોના સહકારથી ખૂબજ સારુ પરિણામ મળશે જે માટે કચરો જ્યાં ત્યાં રોડ પર નહિ નાંખવાને બદલે ડસ્ટબીનમાં નાંખવા તેમજ ઘરનો કચરો ટીપરવાનને જ આપવા અપીલ કરેલ.

રિલેટેડ ન્યૂઝ