ફોજદારની તૈયારી કરતા યુવકની જીંદગી ‘દોડ’ પુરી

રાજકોટમાં પી.એસ.આઈ બનવા દોડની પ્રેકટીશ કરતા યુવાનનું ચાલુ દોડે હ્વદય બેસી જતા અરેરાટી

રાજકોટ તા.16
મૂળ ભાણવડના વાતની અને રાજકોટમાં રહી પી.એસ.આઈની તૈયારી કરતા યુવકનું રેસકોર્ષ ગ્રાઉન્ડમાં દોડતી વેળાએ અકસ્માતે હદય બેસી જતા બેભાન થઈ ઢળી પડ્યો હતો યુવાનનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.અન્ય સાથી મિત્રોએ સિવિલ હોસ્પિટલમાં દોડી જઇ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાણવડના અને હાલ રાજકોટના પોપટપરામાં ભાડાનું મકાન રાખી રહેતો તથા સ્પર્ધાત્મક પરીક્ષાની કરતો ભાવેશ કાનાભાઈ મકવાણા નામનો 28 વર્ષનો ભરવાડ યુવાન આજે વહેલી સવારે પી.એસ.આઈની તૈયારી અર્થે રેશકોર્ષ મેદાનમાં લવ ગાર્ડનની અંદર મિત્રો સાથે 300 મીટરનું ગ્રાઉન્ડ પૂરો કરતો હતો. ત્યારે ભરવાડ યુવકને છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ ઢળી પડ્યો હતો. બેશુદ્ધ હાલતમાં ઢળી પડેલા યુવકને મિત્રોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે યુવકને જોઈ તપાસી મૃત જાહેર કરતા ભરવાડ પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મૃતક બે ભાઈમાં નાનો હતો. અને રાજકોટમાં ચા નો થડો રાખી વેપાર કરતા મોટા ભાઈના ઘરે રહી પરીક્ષાની તૈયારી કરતો હતો. આજે વહેલી સવારે મિત્રો સાથે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં દોડની ફીઝીકલ તૈયારી માટે ગયો હતો. જયા ગ્રાઉન્ડના ત્રણ રાઉન્ડ માર્યા બાદ હદય બેસી જતા બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્ર નગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.એસ.સાંકળિયા સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાનૂની કાર્યવાહીનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ