પમીથી રાજકોટમાં ફુટબોલ જંગ 700 ખેલાડી ભાગ લેશે

મહાપાલિકા અને સ્ટેટ – ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશનનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 3
રાજમોટ મહાપાલિકા અને સ્ટેટ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશનના સંયુકત ઉપક્રમે રાજકોટમાં રિલાયન્સ કપ ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ આગામી તા. 5મીને મંગળવારે શરૂ થશે અને તેમાં રાજયનાં 30 જિલ્લાના 700 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું ઉદઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારહોના પ્રમુખ સ્થાને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન પદે મેયર પ્રદીપભાઇ ડવ, ભાજપના પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, બાન લેબના મૌલેશભાઇ ઉકાણી, પ્રરાક્રમસિ:હ જાડેજા (જયોતિ સિએનજી) ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, વિનુભાઇ ધવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા અને ઉપસ્થિત રહેશે.
આ સમારોહ તા. 5ને મંગળવારે રેસકોર્ષના ફૂટબોલ ગ્રાઉન્ડમાં સવારે 8-30 કલાકે યોજાશે. રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી આવતા ફૂટબોલ ખેલાડીઓને રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામં આવી છે.
મહાપાલિકાના કમિશ્નર અમિત અરોરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ગુણવંતભાઇ ડેલાવાળા, ક્ધવીનર ડી.વી. મહેતા, સ્ટેટ એસોસિએશનના મંત્રી મુળરાજસિંહ ચુડાસમા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઇ પીપળીયા વગેરે ફુટબોલ પ્રેમી જનતાએ આ ટુર્નામેન્ટ નિહાળવા આમંત્રણ પાઠવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં સહયોગ તરીકે બાનલેબ્સ કંપની તેમજ જયોતિ સીએનસીનો મુખ્ય સહયોગ રહ્યો છે. આ ટુર્નામેન્ટની સફળતા માટે ગુણવતભાઇ ડેલાવાળા, મુળરાજસિંહ ચુડાસમા, ડી.વી. મહેતા, મુકેશભાઇ બુન્દેલા: બી.કે. જાડેજા, રોહિતભાઇ બુન્દેલા, મુન્નાભાઇ બોરાશી, અજયભાઇ ભટ્ટ, જે.પી. બારાડ, રોહિતભાઇ પંડિત, જયેશભાઇ કનોજીયા ફુટબોલ એસોસીએશનના કમિટીના તમામ સભ્ય જહેમત ઉઠાવી રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ