ગૌમય દીવડા કેવી રીતે બનાવી શકાય તે અંગે આજે વેબિનારનું આયોજન

કામધેનુ દીપાવલી અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેનના માર્ગદર્શનમાં આયોજન: ફેસબુક પર લાઇવ નિહાળી શકાશે
(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.10
કામધેનુ દિપાવલી અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં તા.11 ઓકટોબર, સોમવારે ગૌ આધારીત અર્થવ્યવસ્થા, ગૌશાળા, પાંજરાપોળોના સ્વાવલંબન બનાવવાના હેતુ સાથે ગૌમય દિવડાઓ કેવી રીતે બનાવી શકાય તે અંગેનો વેબીનાર યોજાશે. આ તકે ગુજરાત સરકારના પશુ-પાલન મંત્રી રાઘવજી ભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની પ્રેરણાથી આ વર્ષે પણ કરોડો પરીવારોમાં કરોડો દેવી-દેવતાઓનો નિવાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ 101 કરોડ દિવા પ્રગટે તે માટે કામધેનુ દિપાવલી અભિયાન ના મંગલાચરણ સતત બીજા વર્ષે કરવામાં આવ્યા છે. આ અભિયાન અંગે સૌને માહિતી મળે, સૌના મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થાય તેમજ ગૌ માતાનું રક્ષણ થાય તેવા પવિત્ર સંકલ્પથી ’કામધેનુ દિપાવલી અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં ગૌ આધારીત અર્થવ્યવસ્થા; ગૌશાળા-પાંજરાપોળોનાં સ્વાવલંબન અંગે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રનાં મેઘજીભાઈ હિરાણી(કચ્છ -ભુજ), ગીર ગૌ જતન સંસ્થાન નાં રમેશભાઈ રુપારેલિયા(ગોંડલ), ત્રિકમદાસ બાપુ(કચ્છ),માધવ પ્રકાશ સ્વામી (ગાંધીનગર), આ વેબીનારમાં વક્તવ્ય આપશે. આ વેબીનારમાં ગુજરાત સરકાર નાં કૃષિ અને પશુપાલન વિભાગ નાં કેબિનેટ મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ ની ખાસ ઉપસ્થિતિ રહેશે.
આ વેબીનારમાં જયંતીભાઈ દોશી (ગુજરાત ગૌશાળા-પાંજરાપોળ સંગઠન સંધ), શ્રીમતિ પૂજાબેન પટેલ (પ્રયાસ ફાઉન્ડેશન), રમેશભાઈ ઠક્કર (શ્રીજી ગૌશાળા),ધીરુભાઈ કાનાબાર( સદભાવના બળદ આશ્રમ),પ્રતિક સંઘાણી (કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન) સહિતના અનેકો ગૌ સેવકો પણ ઉપસ્થિત રહશે.
આ વેબીનાર તા.11 ઓકટોબર, સોમવારે સાંજે 0800 કલાકે ણજ્ઞજ્ઞળ ખયશિંક્ષલ ઈંઉ : 880 0719 9492 ઙફતતભજ્ઞમય : 487740 તથા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન નાં ફેસબુક આઈ.ડી. વિિંાંતૂૂૂ.રફભયબજ્ઞજ્ઞસ.ભજ્ઞળફક્ષશળફહવયહાહશક્ષયસફિીક્ષફરજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ પર લાઈવ નિહાળી શકાશે. વિશેષ માહિતી માટે ’કામધેનુ દિપાવલી અભિયાન’ નાં મિતલ ખેતાણી (મો.9824221999), સુનીલભાઈ કાનપરિયા (મો. 9724066511), તેજસભાઇ ચોટલીયા (મો.83201 77647), ભરતભાઇ સાવલીયા (મો.9825368100) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ