ઓખા-દિલ્હી સરાઇ રોહિલાની સાપ્તાહિક ટ્રેન 26મીથી દોડશે

રાજકોટ તા.13
આગામી દિવાળીની રજાઓને અનુલક્ષી ભારતીય અને પશ્ર્ચિમ રેલવે દ્વારા ઓખા-દિલ્હી સરાઇ રોહીલા ઓખા વચ્ચે સાપ્તાહિક 12 ગાડીઓ ચલાવવાનું આયોજન કરાયું છે.
આ અંગે રાજકોટ રેલવેના અધિકારી અભિનવ જેફનાં જણાવ્યા મુજબ ટ્રેન નં.09523 ઓખા દિલ્હી સરાઇ રોહીલા સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પેશ્યલ 26/10 થી 30/11 સુધી દર મંગળવારે ઓખાથી સવારે 10 વાગ્યે ઉપડી રાજકોટ 14:45 અને બીજા દિવસે સવારે 10:10 કલાકે દિલહી પહોંચશે.
તેવી જ રીતે વળતા ટ્રેન નં.09524 દિલ્હી સરાઇ રોહિલા ઓખા 27/10 થી 1/12 સુધી દર બુધવારે 13:20 કલાકે ઉપડી રાજકોટ 9 વાગ્યે અને 13:50 કલાકે ઓખા પહોંચશે.
આ ગાડી દ્વારકા, ખંભાળીયા, જામનગર-હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર રેવાડી સહિતનાં સ્ટેશનોએ થોભશે. જેમાં 2-3 ટાયર એસી અને સ્લીપર કલાસ, સેક્ધસ કલાસ સીટીંગ કોચ રહેશે. બુકીંગ તા.15મીથી શરૂ થશે.

રિલેટેડ ન્યૂઝ