જોડીયાના યુવકને હનિટ્રેપમાં ફસાવી નિર્વસ્ત્ર કરી દોઢ લાખ પડાવી લીધા

વિડીયો કોલથી પરિચય કેળવી રાજકોટ મળવા બોલાવ્યા બાદ પોલીસની ધમકી આપી ખંખેર્યો: બે મહિલા સહિત ચાર સામે ફરીયાદ, એકની ધરપકડ

રાજકોટ તા. 19
જોડીયાના રસનાળ ગામના ખેડૂત યુવાનને હનીટ્રેપમાં ફસાવી રાજકોટ મળવા બોલાવી રૂા. દોઢ લાખ પડાવી લીધાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા કુવાડવા રોડ પોલીસે અગાઉ હનીટ્રેપમાં પકડાઈ ચૂકેલી યુવતિ અને તેના સાગરીત સહિત ચાર સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
પાંચ દિવસ પહેલા વિડિયો કોલ કરી પરિચય કેળવ્યા બાદ યુવકને ફસાવી ચાર લાખની માંગણી કરી હતી. આ ગુનામાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ જોડીયા તાલુકાના રસનાળ ગામે રહેતો અને ખેતીકામ કરતો હર્ષદ કેશવજીભાઈ અઘારાએ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે નામચીન જીન્નત ઉર્ફે બેબી રફીક મકવાણા, વિહા લખમણ કટારીયા, હંસા સિંધુ અધોલા અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ પાંચેક દિવસ પહેલા તેના મોબાઈલમાં વિડીયો કોલ આવ્યો હતો. જેથી તેને કાપી સામેથી ફોન કરતા સામે યુવતીનો અવાજ હોય તેને શું કામ છે તેમ કહી વાત કરતા તેને ભૂલથી લાગી ગયાનું કહયુ હતુ અને વાતચીતમાં પોરવી વાતો કરવા માંડી જેથી તેને મારા લગ્ન થયેલ ન હોવાનું જણાવતા લગ્નની લાલચ આપી હતી. દરમિયાન તેને કુવાડવા ગામે મળવા બોલાવ્યો હતો પરંતુ તે દિવસે આવ્યો ન હતો પરંતુ બે દિવસ બાદ ફરી ફોન કરી નવાગામ-ાણંદપર રંગીલા સોસાયટીમાં સોમનાથ રેસીડેન્સીમાં મળવા બોલાવ્યો હતો જેથી બપોરે ફલેટમા મળવા ગયો હતો રૂૂમમાં લઈ જઈ યુવતીએ મીઠી મીઠી વાતો કરી ચેનચાળા શરૂૂ કર્યા હતા અને તેના કપડા ઉતારી તે દરમિયાન યુગલે ધસી આવી તેના કાકા કાકી હોવાનું કહી મારકૂટ કરી છરી બતાવી 4 લાખ રૂપિયા આપવા પડશે નહી તો પોલીસમાં ફરિયાદ કરવાનું કહી દોઢ લાખ રૂૂપિયા પડાવી લઈ અન્ય રૂૂપિયા આપી દેવાનું કહી છોડી દીધાનું પોલીસમાં જણાવ્યું હતું પોલીસે ફરિયાદીને અગાઉ હનીટ્રેપ માં ઝડપાયેલી ઓળખી ના ફોટા બતાવતા ફરિયાદીએ તેની સાથે મની ટેપ કરનાર યુવતીને ઓળખી બતાવી હતી જે અગાઉ હનીટ્રેપ માં પકડાયેલી જીન્નત ઉર્ફે બેબી મકવાણા અને તેની સાથેના શખ્સો વિહા લખમણ કટારીયા, હંસાબેન સિંધુ ભાઈ અઘોલા અને એક અજાણી વ્યક્તિ હોવાનું ખુલતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.
દરમિયાન કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ એન. એન. ચુડાસમા, પીએસઆઈ પી. જી. રોહડીયા, એએસઆઈ જેન્તીભાઈ ગોહિલ, હેડ કોન્સ. અરવિંદ મકવાણા સહિતના સ્ટાફે ગુનામાં સંડોવાયેલી આરોપી હંસા સિંધુભાઈ અઘોલા (રહે.કુવાડવા)ને ઝડપી લઈ તેની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ