ગીરગઢડા પોલીસે ડિટેન કરેલ પડતર 71 જેટલા વાહનોની હરાજી કરાઈ

હરાજીમા વાહનોના વેચાણમાં 7.66 લાખની આવક

ઉના,તા.17
ગીરગઢડા પોલીસે ગુન્હામાં પકડાયેલ લાંબા સમયથી પડતર પડી રહેલા બાઈક, કાર સહિત અલગ અલગ કુલ 71 વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ હાજર રહ્યાં હતાં. આ હરાજી ગીરગઢડા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં તાલાલાના સર્કલ પી આઈ, ગીરગઢડા પીએસઆઈ તેમજ મામલતદાર સહીતની ઉપસ્થિતિમાં લાખો રૂપિયાની કિંમતના વાહન મુદામાલની હરાજી કરી નિકાલ કરવામાં આવેલ છે…..ડીપોઝિટ તા.10 થી તા.12 માર્ચ 2023 સુધી વેપારીઓ પાસે ભરાવવામાં આવેલ હતી. અને ગીરગઢડા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં તાલાલાના અધ્યક્ષતામાં સર્કલના પી આઈ એમ.યુ.મસી. ગીરગઢડા પીએસઆઈ જે.આર.ડાંગર તેમજ મામલતદાર મેણાંત સહીતની ઉપસ્થિતિમાં જાહેર હરાજી કરવામાં આવેલ હતી. અને આ હરાજીમાં આશરે 300 જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો. અને ગીર સોમનાથના એ.આર.ટી.ઓ દ્વારા આ વાહનોની બેઝ કિં. રૂા.3,55,000 જેટલી નક્કી કરવામાં આવેલ હતી. અને આ કુલ-71 વાહનો હરાજી દરમ્યાન આશરે કિં. રૂા.7,66,000માં વેચાણ થયેલ છે. આ સમગ્ર હરાજીની કામગીરી ગીરગઢડા પોલીસ સ્ટેશનના દક્ષાબેન વાઢેર, નિલેષગીરી મેઘનાથી, બી.બી.બરાડીયા, મનીષાબેન ડાભી સહીત સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ