દિવમાં ભણતરના ભારથી તબિબિ છાત્રાનો આપઘાત

દિવ, તા.1
દિલ્હીમાં તબીબીનો અભ્યાસ કરતી દિવની યુવતિએ ડિપ્રેશનમાં આવી દવાનો ઓવરડોઝ લઇ મોત માંગી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે, ભણતરના ભારે આશાસ્પદ યુવતિનો ભોગ લેતા પરિવારમાં આક્રંદ છવાઇ ગયું છે.
દિવના ગાંધીપરા વિસ્તારમાં રહેતી યુવતીએ દવાનો ઓવરડોઝ લઇ લેતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર દીવના ગાંધીપરામાં રહેતી શીવાની મહેશભાઇ જાદવ (ઉ.વ. 22) જે છેલ્લા ત્રણ વર્ષથી દિલ્હીમાં એમબીબીએસનો અભ્યાસ કરતી હતી, અભ્યાસનું ભારણ વધુ હોય જેથી તેની ડોકટર પાસે રેગ્યુલર સારવાર ચાલું હતી.
દરમિયાન ડિપ્રેશનમાં વધુ રહેવાના કારણે દવાનો ડોઝ વધુ લઇ લેતા રાત્રીના જ યુવતીને દીવ સરકારી હોસ્પીટલ ખસેડી સારવાર દરમિયાન મૃત્યુ થતા ઉંડાશોકની લાગણી છવાઇ.

રિલેટેડ ન્યૂઝ