ઊના તા. 27
ગીરગઢડા તાલુકાના કાંધી થી વાવરડા ગામ વરરાજાની સાબ લઇને જતાં હતા. ત્યારે દિનેશભાઇ નંદવાણાના પરીવારને અકસ્માત નડતા સાત લોકોને નાની મોટી ઇજા પહોચી હતી.
કાંધી થી પરીવાર ટ્રેક્ટરમાં વાવરડા ગામે જતો હતો. એ દરમ્યાન કાંધી અને વાવરડા ગામ વચ્ચે સામેથી આવતી કારને બચાવવા જતાં ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ જતાં ટ્રેક્ટરમાં બેઠેલા પરીવારના સાત જેટલા લોકોને નાની મોટી ઇજા પહોચી હતી. જ્યારે આ અકસ્માત સર્જાતા ટ્રેક્ટર પલ્ટી ખાતા મહીલાઓ, પુરૂષો, અને બાળકોમાં રાડારાડ કરવા લાગ્યા હતા. અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલીક ટ્રેક્ટર માંથી બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલીક ઇમરજન્સી 108 મારફતે ઊના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બે યુવાનોને હાથ પગમાં ફેક્ચર થયેલ હતું. આ અકસ્માત સર્જાતા ટ્રેક્ટરને જીસીબી મારફતે બહાર કાઢવામાં આવ્યુ હતુ:.
