સોમનાથ દરિયામાં અખિલ ભારતીય સમૂદ્ર તરણ સ્પર્ધા સંપન્ન

વેરાવળ તા.5
અરબી સમુદ્રમાં યોજાયેલ 31 મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાઇઓમાં ત્ર્શ્રત્વીક ભાજીવાલા (ગુજરાત, સુરત) 7 કલાક 04 મીનીટ અને 38 સેક્ધડનાં સમય સાથે અને બહેનોમાં મોનીકા નાગપુરે (ગુજરાત, સુરત) 4 કલાક 39 મીનીટ અને 02 સેક્ધડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં મહારાષ્ટ્રના સ્પર્ધક બળવે સાગરને સંપૂર્ણ બહેરાપણુ અને આંખની ઓછી દ્રષ્ટિ હોવા છતા સહભાગી થયા હતા.
આ સ્પર્ધામાં ભાઇઓ માટે ચોરવાડથી વેરાવળ બંદર 21 દરિયાઇ નોટીકલ માઇલ અને બહેનો માટે આદ્રી થી વેરાવળ બંદર 16 દરિયાઇ નોટીકલ માઇલ સુધી યોજાયેલ જેમાં ભાઇઓમાં ઉન્મીત સુરતી (ગુજરાત, સુરત) બીજા સ્થાને 7 કલાક 10 મીનીટ અને 53 સેક્ધડ, તૃતિય સ્થાને કપીલ ભાવસાર (ગુજરાત બરોડા) 7 કલાક 13 મીનીટ અને 22 સેક્ધડ તેમજ બહેનોમાં બીજા સ્થાને દર્શના સેલર (ગુજરાત, સુરત) 5 કલાક 24 મીનીટ અને 49 સેક્ધડ તથા તૃતિય સ્થાને મેહાલી ભાજીવાલા (ગુજરાત, સુરત) 5 કલાક 31 મીનીટ અને 19 સેક્ધડનાં સમય સાથે વિજેતા થયા હતા.
કમિશ્રર યુવક સેવા અને સાંસ્કૂતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા વહિવટીતંત્ર અને હરિઓમ આશ્રમ સુરત/નડીયાદ પ્રેરિત વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધા દર એકાંતરા વર્ષે ચોરવાડ થી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં 12 ભાઇઓ અને 7 બહેનો મળી કુલ 19 સ્પર્ધકો સહભાગી થયા હતા. ચોરવાડ ખાતેથી ભાઇઓ માટે 7 કલાક અને આદ્રી થી બહેનો માટે 7:30 કલાકે દરિયા દેવની પુજા સાથે માળીયા હાટીના મામલતદાર ગોહિલ, આદ્રીના યુવા સરપંચ મયુર રાજશીભાઇ જોટવા, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ જોષી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, સિનિયર કોચ કાનજીભાઇ ભાલીયા સહીતનાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
આ સ્પર્ધામાં મહારાષ્ટ્રમાંથી બહેનો-4, ભાઇઓ-2, ગુજરાતમાંથી બહેનો-07, ભાઇઓ-5 અને પશ્રિમ બંગાળમાંથી ભાઇઓ-1 મળી કુલ 19 સ્પર્ધકોએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી. મહારાષ્ટ્રના સ્પર્ધક બળવે સાગરને સંપૂર્ણ બહેરાપણુ અને આંખની ઓછી દ્રષ્ટિ હોવા છતા તેઓ સહભાગી થયા હતા.
વેરાવળ ખારવા સમાજના સહયોગથી બપોર બાદ ખારવા સમાજની વાડી વેરાવળ ખાતે યોજાયેલ સમાપન સમારોહમાં રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવાએ જણાવેલ કે, તરણ સ્પર્ધામાં ભાગ લેવો તે જ મહત્વનું છે. સ્પર્ધકોના તંદુરસ્ત આરોગ્ય માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ તમામ તરવૈયાઓને જણાવેલ કે, સમુદ્રમાં તરવું ખુબ જ મુશ્કેલ હોવા છતા સ્પર્ધકો ઉત્સાહ પુર્વક જોડાયા હતા. કલેકટર અજયપ્રકાશે જણાવેલ કે, લાંબા અંતરની તરણ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો વિજેતા છે. આ સ્પર્ધામાં ભાગ લઇ સ્વીમીંગ કરવું એ જ વિજેતા છે. ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે વિજેતા અને તમામ સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરા, નિવૃત મામલતદાર દેવકુમાર આંબલીયા, અગ્રણી ડાયાભાઈ જાલોંધરા, ગોપાલભાઇ ફોફંડી, હીરાભાઇ સહીતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવાં જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત-ગમત કચેરી ઉપરાંત રેફરી મેહુલ મીસ્ત્રી, વીપુલ ભટ્ટ, અર્જૂન પરમાર, યોગેશ ચાવડા સહિત વ્યાયામ શિક્ષકો તેમજ હરિઓમ આશ્રમનાં રૂટ માર્ગદર્શક હેમલતાબેન અને એમની ટીમ સહભાગી થયા હતા. આ કાર્યક્રમનું સંચાલન શિક્ષક નિમાવતે કરેલ હતું.
મોનીકા નાગપુરની અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં હેટ્રીક
સુરતની મોનીકા એમ.નાગપુરે 31 મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાને વિજેતા થઇ હતી. મોનીકાએ આદ્રી થી વેરાવળ બંદર સુધી 16 દરિયાઇ નોટીકલ માઇલનું અંતર 4 કલાક 39 મીનીટ અને 00 સેકેન્ડમાં પૂર્ણ કર્યું હતું. મોનીકાએ જણાવેલ કે, આજે સમુદ્ર શાંત હોવાથી સરળતાથી સ્વીમીંગ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ તરણ સ્પર્ધામાં વધુમાં વધુ સ્પર્ધકોએ ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો. મોનિકાનો જુસ્સો જોઇ વેરાવળનાં સાગરપુત્રોએ તાળીઓનાં ગડગડાટથી તેને વધાવી લઇ ગૈારવની લાગણી વ્યક્ત કરી હતી.
હરિઓમ આશ્રમ દ્રારા પ્રથમ નંબરે 51 હજાર, બીજા નંબરે 31 હજાર
ત્રીજા નંબરે વિજેતા સ્પર્ધકને 21 હજાર રોકડ પુરસ્કાર એનાયત
હરિઓમ આશ્રમ દ્રારા 31 મી વીર સાવકર ભારતીય તરણ સ્પર્ધામાં ભાઇઓમાં પ્રથમ નંબરે ત્રશ્ર્વીક ભાજીવાલા અને બહેનોમાં મોનીકા નાગપુરેને રૂા.51 હજાર, બીજા નંબરે ભાઇઓમાં ઉન્મીષ સુરતી અને બહેનોમાં દર્શના સેલરને રૂા.31 હજાર અને ત્રીજા નંબરે ભાઈઓમાં કપીલ ભાવસાર અને બહેનોમાં મેહાલી ભાજીવાલાને રૂા.21 હજારનો ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સમસ્ત ખારવા સમાજ વેરાવળ દ્રારા પ્રથમ નંબરે રૂા.2000, બીજા નંબરને રૂા.1500 અને તમામ સ્પર્ધકોને રૂા.1000 તેમજ બાબુભાઇ ત્રિકમભાઇ આગીયા તથા જીવાભાઇ ચોમલ દ્રારા પણ તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપી બહુમાન કરવામાં આવેલ હતા.

રિલેટેડ ન્યૂઝ