ઉના તા. 6
ઊનાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોએ ફરી તરખાટ મચાવ્યો હોય તેમ તસ્કરોએ લેરકાર ગામમાં એકજ રાતમાં રાશનની દુકાન, સેવા સહકારી મંડળીની ઓરડી તેમજ ચાર બંધ મકાનના તાળા તોડી ધરના અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ધરના અંદર વેરવીખેર કરી નાશી છુટ્યા હતા.
લેરકા ગામે રહેતા બીજલભાઇ મકવાણા, બાબુભાઇ માંડણભાઇ સોલંકીના બંધ મકાન સહીતના ચાર બંધ મકાનો અને આ ઉપરાંત ગામમાં આવેલી સેવા સહકારી મંડળી ઓરડી તેમજ સસ્તા અનાજની રાશનની દુકાન અને મકાનના તાળા તોડી તસ્કરોએ ચોરી કરી નાશી છુટ્યા હતા. બીજલભાઇ મકવાણાનો પરીવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. અને દરવાજાના નકુચાના તાળા તોડી ધરના અંદર પ્રવેશ કરી કડીયુ 3, કાનની નથ 2 જોડી, પગની કાંબી 2, કડલા 2 તેમજ ખેતીની મગફળી વહેચી હતી. તેના આવેલા રૂ. 17 હજાર રોકડ રકમ કબાટમાંથી ચોરી કરી તસ્કરો નાશી છુટ્યા હતા.
તેમજ બાબુભાઇના મકાન માંથી છળા, ચાંદીની માળા, ગળામાં પહેવાનુ લોકેટ તેમજ રૂ.7200 રોકડ રકમની ચોરી થયેલ છે. તેમજ ગામમાં આવેલ સસ્તા અનાજ રાશનની દુકાન અને સેવા સહકારી મંડળી સહીત 6 જગ્યાએ અલગ અલગ જગ્યાએ દરવાજાના તાળા તોડી તસ્કરો ચોરી કરી નાશી છુટ્યા હતા. તેમજ ધરમાં કબાટમાં રાખેલા કપડા, ડબ્બા સહીતનુ વેરવિખેર કરી નાખેલ હતું. આમ ગ્રામ્ય વિસ્તાર રેઢુપટ પડ્યુ હોય તેમ રાત્રીના લગ્નની સીઝન અને શિયાળામાં ઠંડીનો લાભ ઉઠાવી બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી રહ્યા છે. ત્યારે પોલીસનુ રાત્રીના સધન પેટ્રોલીંગ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.
લેરકા ગામે રાત્રીના તસ્કરો ત્રાટક્તા ચાર બંધ મકાનોમાં ચોરી થયેલ છે. જ્યારે ગામમાંજ આવેલ રાશનની દુકાન અને સેવા સહકારી મંડળીની ઓરડીના માત્ર તાળા તુટ્યા હોવાનું પોલીસ સુત્રો માંથી જાણવા મળેલ છે. અને આ અંગે ઊના પોલીસમાં અરજીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
