ગીર મધ્યે આવેલુ પાતાળેશ્ર્વર મંદિર શિવરાત્રી ઉપર ખુલશે

ઉના તા.12
ગીર મધ્યમાં આવેલ પાતાળેશ્ર્વર મહાદેવનું મંદિર શિવરાત્રી નિમિતે 7 દિવસ માટે વન વિભાગ દ્વારા ભકતો માટે ખુલ્લુ રકાશે તેવી જાહેરાત થતા શિવભકતોમાં ખુશીની લાગણી છવાઈ છે.
ઉનાના ગીરગઢડા તાલુકાના મધ્ય ગીર બાબરીયાથી 7 કિ.મી. દુર ગીર જંગલમાં વરસો જુનુ પૌરાણીક પાતાલેશ્ર્વર મહાદેવનું મંદિર મીની કેદારનાથ સમુ છે. જે વન વિભાગ દ્વારા પ્રતિબંધીત વિસ્તારમાં આવતુ હોય વરસમાં બે વાર મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં ખુલ્લુ રાખવામાં આવે છે. આગામી મહા માસની મહાશિવરાત્રી તા.21/2ને શુક્રવારે આવે છે. તે માટે વન વિભાગ દ્વારા તા.18/2ને મંગળવારે સવારે 7થી સાંજે 6 સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે. વિનામૂલ્યે પરમીટ બાબરીયા વન વિભાગની કચેરીઅથી અપાશે. પ્રથમ દિવસ તથા મહાશિવરાત્રીના દિવસે મંદિરના મહંત ધરમદાસ ગુરૂ નિર્વાણદાસ દ્વારા અભિષેક કરી ખુલ્લુ મુકાશે. તા.24/2ને સોમવાર સુધી ખુલ્લુ રહેશે. શિવરાત્રીના દિવસે મંદિર તરફતી યાત્રાળુઓને વિનામૂલ્યે ચા પાણી તથા ફરાળ વિતરણ કરાશે તતા સાતે દિવસ બપોરે સાંજે ભોજન ચા પાણી અપાશે. જેનો સમગ્ર સોરઠ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી ભકતો પદારી પુજા અર્ચના કરી ધન્ય બનશે.

રિલેટેડ ન્યૂઝ