(સરદાર સિંહ ચૌહાણ દ્રારા) તાલાલા (ગીર) : તા. 12
ગીર ના પાટનગર તાલાલા ગીર શહેર માં તાલુકા ભા.જ.પ. અને શહેર ભા.જ.પ. દ્રારા પંડીત દિન દયાળજી નો પર મો નિર્વાણ દિન પ્રદેશ ભા.જ.પ. અગ્રણી શ્રી સીદાભાઈ રાઠોડ ની ઉપસ્થિતી માં ઉજવાયો હતો. આ પ્રસંગે તાલાલા શહેર મા ગરીબ મહોલ્લા માં બાળકો ને મીઠાઈ નું વિતરણ કર્યા બાદ બ્રહમ સમાજની વાડી માં પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં દિન દયાળજી ને ભાવભરી શ્રઘ્ધાંજલી અર્પણ કરવમાં આવી હતી.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત ભા.જ.પ. અગ્રણીઓએ પ્રાસંગીક પ્રવચન દરમ્યાન પંડીત દીન દયાળજી નો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રમાટે આપેલ પ્રદાન ના વિવિધ પ્રસંગો ને ઉજાગર કરી તેમના જીવન માંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર અને સમાજ ના ઉત્નાથ માટે કાર્ય કરવા કાર્યકરો ને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ માં તાલુકા ભા.જ.પ. પ્રમુખ શ્ર વિમલભાઇ વાોડોલીયા શહેર ભા.જ.પ. પ્રમુખ શ્રી વિજયભાઈ ઠાકર મહામંત્રી શ્રી રાવજીભાઈ કણસાગરા પૂર્વ પ્રમુખ શ્રી હસમુખભાઈ ભાલોડીયા શ્રી ભરતભાઈ શ્રી ભરતભાઈ મકવાણા શ્રી વિનુ બાપુ શ્રી હસમુખભાઈ પટોળીયા શ્રરાજાભાઈ વાઢેર શ્રી રાજુભાઈ તન્ના શ્રી બંસીધર ભાઈ વ્યાસ શ્રી દિનેશભાઈ બેરડીયા શ્રી હિતેષભાઈ ગોહીલ શ્રી દેવશીભાઈ પંપાણીયા મહીલા મોરેચા ના શ્રી હિરાબેન મોરવાડીયા શ્રી મુમતાઝ બેન પઠાણ ઉપરાંત કાજલબેન ભટ્ટ સહિત બહોળી સંખ્યા માં કેસરીયા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.
