વેરાવળ તા.14
સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાની રજૂઆતને અનુસંધાને વેરાવળ તથા સુત્રાપાડા તાલુકામાં રૂા.89 લાખના જેવી રકમ રસ્તાના કામ માટે મંજુર થયેલ છે.
સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા વર્ષ 2018 થી લેખીત તથા મૌખિક રજૂઆતો સતત કરવામાં આવતા વેરાવળ તાલુકાનાં રામપરા ગામથી સુત્રાપાડા તાલુકાનાં ગોરખમઢી ગામના સ્મશાન સુધીનો રસ્તો મંજૂર કરાવતા ખેડૂતો અને પ્રજાજનોને કાયમી સમસ્યા દુર થનાર છે. આ રસ્તાઓ બાબતે ગામડાઓના સરપંચો તથા ગામના આગેવાનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવેલ અને તે રજૂઆતોને ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા સરકારમાં માર્ગ અને મકાન વિભાગમાં લેખીત તથા મૌખિક કરવામાં આવેલ હતી. આ રજુઆતને સફળતા મળતા તાલુકાનાં રામપરા ગામથી સુત્રાપાડા તાલુકાનાં ગોરખમઢી ગામ તથા સ્મશાન સુધીના રસ્તામાં રૂા.89 લાખની માતબર રકમથી ડામર રોડ તથા સી.સી. રોડનું કામ મંજૂર કરાવેલ છે. આ બન્ને તાલુકાનાં પ્રજાજનો અને ખેડુતોની આ કાયમી સમસ્યાઓનું નિરાકરણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ હોવાનું ધારાસભ્યના કાર્યાલય દ્વારા એક યાદીમાં જણાવેલ છે.
