સોમનાથ દાદાની ભૂમિએ છે સૂર્ય ઉપાસનાની ધરા એક સમયે સોળ સૂર્ય મંદિરો સોમનાથ, પ્રભાસ ખંડમાં ઝળહળતા

આદિદેવ નમોસ્તુભ્ય એવા સૂર્યદેવની પૂજા વેદકાળથી ભારતમાં ચાલતી આવતી પરંપરા છે. સ્ક્ધધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ પ્રભાસ ખંડમાં 16 સૂર્યદેવના મંદિરો હતાં અને પ્રભાસનું એક નામ ભાસ્કર તીર્થ તરીકે પણ ઓળખાતું જે નામ સૂર્યવંશી આર્યો અહીં સમુદ્ર માર્ગે આવી સ્થિર થયા તે વખતે અપાયુ હતું.
ભારત વન પર્વ અધ્યાય 82 મા જણાવ્યું કે સુર્ય આ પ્રદેશ મા પોતાની પૂર્ણ કળાએ પ્રકાશિત થતો હતો અને સૂર્યની એ સોળ કળાઓ પૈકી બાર કળા સૂર્યમંદિરમાં રાખી અને ચાર કળા પોતાની પાસે રાખી જેનો ઉલ્લેખ પ્રભાસખંડમાં લખાયો છે તેવાં બાર સૂર્યમંદિરો વેદકાળમાં હતા જે કાળક્રમે લુપ્ત થયાં છે અને હાલ બેથી ત્રણ જેટલા સૂર્ય મંદિરો હજુય યથાવત છે અને તે જમાનામાં સૂર્યોદયના પ્રથમ સીધા કિરણી તેની ઉપર પડતાં ઈ તિહાસકાર સ્વ. શંભુપ્રસાદ દેસાઈએ પ્રભાસ-સોમનાથ”માં ઉલ્લેખ કરેલ સૂર્ય મંદિરો મા અમુક અત્યારે હયાત છે.
ત્રિવેણી સંગમે આવેલ શારદા મઠના પાછળના ભાગમાં આવેલું એક ભવ્ય સૂર્ય મંદિર આજે પણ છે અને વલભીકાળનું આ મંદિર 13મી, 14મી સદી દરમિયાન જીર્ણોદ્ધાર પામ્યું હોવાની વિગત ઇતિહાસ પુસ્તકમાં લખાયેલી છે.
વડિલોની સાંભળેલી વાતોથી કહેવાય છે કે, યજુવેદાર્થાય યાજ્ઞવલ્ક્ય મહર્ષિએ પ્રભાસ-પાટણમાં તપસ્યા કરી હતી અને તેમણે ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી યજુર્વેદ મેળવ્યો હતો અને પ્રભાસના હિરણ-સરસ્વતિ અને કપિલા નદીના સંગમ ઉપર સૂર્યનારાયણની અર્ધવર્તુળાકાર દ્વાદશમૂર્તિ યાજ્ઞવલ્ક્ય સ્થાપી અને તે પછી વિશ્વામિત્ર સરોવરમાં મૂર્તિની સાથે ઊભા રહી તપશ્ચર્યા કરી અને શ્રાવણ સુદ 14 પૂર્ણિમાએ મધ્યાન્હે શ્રી સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું.
આ પ્રસંગે પ્રભાસક્ષેત્રના સંગમ ઉપર બન્યો પછી યાજ્ઞવલ્ક્ય સૂર્યનારાયણની સ્તુતિ કરી જે આજે પણ સૂર્ય સ્ત્રૌત્રમાં ઉલ્લેખ હોવાનું જાણકારો કહે છે અને સૂર્ય પાસેથી પાજ્ઞવલ્ક્ય શુકલ યજુર્વેદ માગ્યો જે યજુર્વેદ તરીકે આજે પણ જાણીતો છે. મકર સંક્રાંતિના મહાપર્વે સોમનાથ મહાદેવને પ્રતિવર્ષ વહેલી સવારે તલ અને ગંગાજળનું સ્નાન – સૂર્ય પૂજા – ગૌ પૂજા-મહાપૂજા તલ તથા દ્રવ્યોથી અભિષેક – દિપમાળા – સધ્યા શણગાર સહિતના વિવિધ ધર્મભક્તિના કાર્યક્રમો યોજાય છે.

રિલેટેડ ન્યૂઝ