વેરાવળ શહેરમાં બે જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા કાર્યવાહી

બે દરોડામાં ત્રણ બુટલેગરોને ઝડપવા ચક્રો ગતિમાન

વેરાવળ સીટી વિસ્તારમાં આદિત્ય બિરલા સ્કૂલ સામેની ગલી માં હ્યુન્ડઇ વર્ના કાર માંથી બોટલો નંગ 1071 ની રૂા.2,57,550 તથા મોટા કોળીવાડા વિસ્તારમાંથી બોટલો નંગ 217 રૂા.3,28,765 મળી કુલ રૂા.5,86,315 નો વિદેશી દારૂનો મુદામાલ પોલીસે કબ્જે કરેલ જ્યારે આ બે દરોડામાં ત્રણ બુટલેગરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂપે જુગાર, પ્રોહિબિશન ની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપતા એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી.રાજપુત, પો.સબ ઇન્સ એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા ની રાહબરી હેઠળ પો.કોન્સ. અશોકભાઈ મોરી, કરણસિંહ ચૌહાણ, પિયુષભાઇ બારડ, રવિ ભાઇ ગોહીલ ને મળેલ બાતમી ના આધારે શહેરમાં બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડેલ જેમાં (1) વેરાવળમાં બજરંગ સોસાયટી આદિત્ય બિરલા સ્કૂલ સામેની ગલી માં ફોર વ્હીલ મોટર કાર હ્યુન્ડાઇ વર્ના રજી નં. જીજે 01 આર કે 1893 માંથી (1) ભારતીય બનાવટના ઇંગ્લીસ દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની તથા પ્લા.ની કુલ બોટલો નંગ 1071 ની રૂા.2,57,550 (ર) ફોર વ્હીલ કાર હ્યુન્ડાઇ વર્ના રજી નં. જીજે-01-આરકે-1893 કાર રૂા.1,00,000 (3) મોબાઇલ ફોન -01 કી.રૂ.10,000 તથા (4) રોકડ રૂા.41,000 મળી કુલ રૂા.4,08,550 ઝડપી લીધેલ જયારે (1) રોહિત ઉર્ફે રેમ્બો રમેશ બારીયા રહે.મોટા કોળીવાડા, બારીયા શેરી જુની ગરબી ચોક પાસે, (2) પિયુષ અરજણ બારીયા રહે.નવા કોળીવાડા, વિનોદ ગેસ વાળી ગલી ને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે. આ ઉપરાંત વેરાવળમાં મોટા કોળીવાડા બારીયા શેરી, જૂની ગરબી ચોક પાસે, મહાકાલી માતાજીના મઢ પાસેથી (1) ભારતીય બનાવટના ઇંગ્લીસ દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની તથા પ્લાસ્ટીકની કુલ બોટલો નંગ 217 રૂા.3,28,765 મળી આવેલ જયારે (1) રોહિત ઉર્ફે રેમ્બો રમેશ બારીયા કોળી રહે.મોટા કોળીવાડા, બારીયા શેરી જુની ગરબી ચોક પાસે, તથા (2) અજય ઉર્ફે બાદલ મનુભાઇ બારીયા રહે.મોટા કોળીવાડા, બારીયા શેરી. જૂની ગરબી ચોક પાસે, મહાકાળી માતાજીના મઢ ને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ