અંડર-19 ભાઈઓની ‘રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધા’માં ગુજરાતની ગર્જના પહેલા દિવસે 40-07થી જીત મેળવી લીગ મેચની શુભ શરૂઆત કરી


સોમનાથના સદભાવના મેદાન ખાતે વિવિધ રાજ્યોની 32 ટીમોના ખેલાડીઓ દાખવશે કૌવત

સોમનાથના સદભાવના મેદાન ખાતે તા.19 જાન્યુઆરીથી અંડર-17 ગર્લ્સની ’રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા’નો પ્રારંભ થયો હતો હવે આ જ કડીમાં અંડર-19 ભાઈઓની સ્પર્ધાનો પ્રારંભ થયો છે.
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (જૠઋઈં) અને રાજ્ય સરકાર દ્વારા તા. 27 થી 31 જાન્યુઆરી-2026 દરમિયાન સદભાવના મેદાન, બાયપાસ પાસે, સોમનાથ ખાતે અં-19 ભાઈઓની “69મી રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધા” યોજાઈ રહી છે.
પહેલા દિવસે ગુજરાત અને ડી.એ.વી કોલેજ મેનેજિંગ વચ્ચે મેચમાં ગુજરાતે 40-07 થી જીત મેળવી હતી. હવે ગુજરાત તમિલનાડુ અને પંજાબ સામે લીગ મેચ રમશે.
ઉલ્લેખનીય છેકે, પંજાબ અને ઉત્તરાખંડ વચ્ચે મેચથી લીગ મેચની શરૂઆત થઈ હતી. ત્રણ દિવસ ગૃપ વચ્ચે લીગ મેચ ચાલશે અને ત્યારબાદ નોકઆઉટ મેચ રમાશે.
અંડર-19 ભાઈઓની સ્પર્ધામાં પહેલા દિવસે ચાર મેદાનમાં સવારે-16 અને સાંજે-7 એમ કુલ 23 મેચ રમાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભારતભરમાંથી વિવિધ રાજ્યોની 32 ટીમોએ ભાગ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, અંડર-17 ગર્લ્સની ગુજરાત અને પંજાબ વચ્ચેની નિર્ણાયક મેચમાં ગુજરાત ચેમ્પિયન બનતાં સ્પર્ધાનો રોમાંચક અંત આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ