વેરાવળમાં તાંત્રિક વિધિના બહાને રૂ. 76.66 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

આરોપીને પોલીસે મુંબઈથી દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી

વેરાવળમાં તાંત્રિકવિધીના બહાને વિશ્વાસમાં લઇ અલગ-અલગ સમયે સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂા.76,66,645/- ની ઠગાઇ કરનાર આરોપીને મુંબઇ ખાતેથી પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચાધરી દ્વારા છેતરપિંડી, ઠગાઈ મિલકત સંબંધી ગુનાના આરોપીને ત્વરીત પકડી પાડવા સુચના આપેલ જે અનુસંધાને સીટી પો.ઇન્સ. જે.એન.ગઢવી ની રાહબરી હેઠળ આઇ.પી.સી. કલમ 420, 120(બી), 507 મુજબનો ગુન્હો તા.19/04/2026 ના નોંધાયેલ જેમાં આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને વિશ્વાસમાં લઈ આમોદ્રા મસાણ ની નજીક જમીનમાંથી ચરૂ (હીરા, માણેક, સોનું) કાઢી આપવાનું જણાવી તાંત્રિક વિધિ કરવાના બહાને અલગ-અલગ સમયે સોના-ચાંદીના દર દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂા.છોતેર લાખ છાસઠ હજાર છસો પીસ્તાલીસ જેવી માતબર રકમ લઇ જઇ ઠગાઈ કરતા અને આ રૂપિયા પરત આપવા ફોન કરતા ગુન્હાહિત ધમકી આપી ગુન્હો કર્યા અંગેનો ગુન્હો રજીસ્ટર થયેલ જેમાં પોલીસ તપાસમાં હકીકત જાણવા મળેલ કે, આ ગુન્હાનો આરોપી આરીફ ઉર્ફે ભુરો ગફારભાઇ વલીયાળી ઉ.વ.52 ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.ઉના ઉપલા રહીમ નગર, એમ.આર.એફ. શો રૂમ પાછળ વાળાને મુંબઇ ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુન્હાના કામે પકડાયેલ તે મુંબઇ જેલમાંથી કબજો મેળવી વેરાવળ લઇ આવી ધોરણસરની અટક કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ