સોમનાથ ખાતે દિવંગત ડો. વ્રજકુમાર પરમારની પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

પરિવારે રૂ.2.51 લાખનું દાન સંઘમ ભવનને અર્પણ કર્યું

તા.13/5/026ના રોજ સુત્રાપાડા તાલુકાના ભુવાટીંબી ગામના રહીશ”સંઘમ ભવન”સોમનાથના ટ્રસ્ટી મનુભાઈ પરમારના ભત્રીજા તથા પિખોર પે.સે.શાળાના આચાર્ય અને ધમ્મવાડીના સંયોજક કર્મશીલ જગદીશભાઈ પરમાર ના એક માત્ર લાડકવાયા દીકરા ડો.વ્રજકુમાર જે પાલનપુર બનાસ મેડિકલ કોલેજમા ખઇઇજના બીજા વર્ષ અભ્યાસ દરમ્યાન ગત તા.13/2/026ના રોજ માર્ગ અકસ્માતે દિવંગત થયેલા હતા.
જેના અવસાનથી પરિવાર અને સમાજને ખુબ મોટો આઘાત લાગ્યો હતો.તેમની દિવ્ય ચિતની ચેતનાને શાંતિ અર્પવા ત્રિમાસિક પુણ્યતિથિ કાર્યક્રમ સોમનાથ ખાતે આવેલ સંઘમ ભવન ખાતે યોજાયો સૌપ્રથમ દિવંગતના માતા-પિતા અને પરિવારજનોએ મીણબતી પ્રગટાવી અને પુષ્પ ગુચ્છ અર્પણ કરેલ હતા, અગાઉ ની માસીક પુર્ણ તિથિ મા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો જેમા 100 બોટલ લોહિ એકત્રિત થયેલ અને આવનારા દિવસોમાં પણ ડો વ્રજ ના નામ ઉપર શૈક્ષણિક અને આરોગ્ય સેવા કરવાનુ પરીવાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને તેના માટે ટ્રસ્ટ ની પણ રચના કરવામાં આવેલ છે
આ શાંતિ વંદના કાર્યક્રમમા સામંતભાઈ સોલંકી દ્વારા પંશશીલ અને બુદ્ધ વંદનાનું પઠન કરેલ,ત્યાર બાદ સુત્રાપાડા/પાટણ તાબા પ્રમુખ:ભગવાનભાઈ ચાવડા,ગિરીશભાઈ ભજગોતર, મનસુખભાઈ ગોહેલ,ગોવિંદભાઈ ચાવડા,રામજીભાઈ વાણવી, ભગવાનભાઈ સોલંકી,જેઠાભાઈ સોસા,ઉત્તમભાઈ ચાવડા,બીજલભાઈ પરમાર,ટી.સી.પરમાર,માનસિંહભાઈ ચાવડા,અને પરસોતમભાઈ સોલંકી(પટેલ-પ્રમુખ)સહિત મોટી સંખ્યામાં સગા સંબંધી આગેવાનોએ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ,સંઘમ ભવન સોમનાથ તથા ટ્રસ્ટીઓ અને પાટણ તાબા સમાજ વતી આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું.આ સભામાં જગદીશભાઈ પરમારનો સમગ્ર પરિવાર હાજર રહેલ.અને જગદીશભાઈ પરમારે સંઘમ ભવન સોમનાથ મા રુ.251000(બે લાખ એકાવન હજાર રૂપિયા ડો.વ્રજ કુમારની યાદમા એક રૂમના બાંઘકામ પેટે અર્પણ કરેલ હતા.આ શ્રદ્ધાજલી કાર્યક્રમનું સમગ્ર સંચાલન સામંતભાઈ સોલંકીએ કરેલ હતું એમ માનસિંહ ચાવડા ની યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ