વેરાવળના ફાયરીંગ વીથ મર્ડર કેસમાં પકડાયેલ આરોપીના પોલીસ કસ્ટડી રિમાંન્ડ મેળવાયા

મુખ્ય આરોપીના 6 દિવસના અન્ય ત્રણ આરોપીના 3-3 દિવસના રિમાંન્ડ મંજુર

વેરાવળમાં બે દિવસ પહેલા બનેલા ચકચારી ફાયરિંગ-મર્ડરની ઘટના માં ઝડપાયેલા આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે મુખ્ય આરોપી ફારૂક મૌલાનાના 6 દિવસના અને અન્ય ત્રણ આરોપીઓના 3-3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વેરાવળ માં ગત તા.20/05/2026ના ફરીયાદી સાજીદ હારુનભાઇ વલીભાઇ હાલા ના કાકાના દીકરા જાહિદ ઉર્ફે જાવીદ મોહમદભાઇ તજવાણીનો ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ કરવાનો હોય જે અંગે આરોપી નં.(1) ફારુક મોલાનાએ અદાવત રાખી બપોરના એક વાગ્યાના સુમારે વેરાવળ, આઇ.ડી. ચૌહાણ સ્કુલ થી આગળ ટ્રક ગેરેજ પાસે તેને જાનથી મારી નાખવાના ઇરાદા થી આરોપી નં.1 ફારુક મોલાનાએ પોતાની પિસ્તોલ વડે ફરીયાદીના કાકાના દિકરા જાહીદ ને જાનથી મારી નાખવાની ઇરાદાથી જમણી આંખની ઉપરના ભાગે કપાળમાં ગોળી મારી દઇ તેમજ આરોપી નં.2 જાવીદ ફારુક મોલાના તથા નં.3 ફારુક મોલાના નો ડ્રાઇવર અનીશ તથા નં.4 સમીર ઉર્ફે ટાલીયો ઉર્ફે બાલી નાઓએ ફરિયાદીના કાકાના દિકરા જાવેદને જણાવેલ કે, હમણા આને બોવ ચરબી ચઢી છે અને ટ્રાન્સપોર્ટના ધંધા માં આડો આવે છે. આને પતાવી દેવો પડશે તેમ કહી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કરી ગોળી મારી દીધેલ હોય જે અંગે પોલીસે ગુનો દાખલ થયેલ અને બનાવમાં જાહિદ ઉર્ફે જાવીદ મોહમદભાઇ તજવાણીનું સારવાર દરમ્યાન મરણ થયેલ હોય જેથી બીએનએસ-2023 ની કલમ-103(1) ખુનની કલમ ઉમેરો કરવામાં આવેલ છે. આ ચકચારી ફાયરીંગ વીથ મર્ડર ના બનાવ અનુસંધાને જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ આ ગુનામાં નાસી ગયેલ આરોપીને તાત્કાલિક પકડવા સીટી પોલીસ ઇન્સ. જે.એન.ગઢવી, એલ.સી.બી.ના ઇન્ચા. પોલીસ ઇન્સ. એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા, એ.બી.ગોહિલ, એસ.ઓ.જી. ઇન્યા. પોલીસ ઇન્સ. ડી.એમ.કાગડા, આર.એચ.સુવા એલ.સી.બી., એસ.ઓ.જી., સીટી પોલીસ અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં નાકાબંધી કરી કાર્યવાહી કરતા ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સીસ, ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફુટેજ વિગેરેથી એકત્રિત થયેલ માહિતીના આધારે આરોપી નં.(1) ફારૂકભાઇ ઉર્ફે ફારૂક મોલાના (એફએમ) ઇસ્માઇલભાઇ નાખવા પટણી, ઉ.વ.60, ધંધો. ટ્રાન્સપોર્ટેશન, રહે.વેરાવળ, ભાલકા ચોકી સામે, તાલાલા વેરાવળ રોડ (ફાયરિંગ કરનાર) આરોપી નં.(2) જાવેદ ફારૂક મોલાના રહે,વેરાવળ, ભાલકા ચોકી સામે, તાલાળા વેરાવળ રોડ આરોપી નં.(3) અનીશ રહેમાનભાઇ કુરેશી ઉ.વ.23, ધંધો.ડ્રાઇવીંગ, રહે.વેરાવળ, સોમનાથ ટોકીઝ વિસ્તાર, લક્કી પ્રોવિઝન સ્ટોર ઉપર (ફારુક મોલાના (એફએમ) નો ડ્રાઇવર) આરોપી નં.(4) સમીર ઉર્ફે બાલી યુસુફભાઇ ચૌહાણ પટણી ઉ.વ.31, રહે.વેરાવળ, બાર કોટ, ચીડીપીરની ગલી નાઓને શોધી કાઢી આ ગુનાના કામે અટકાયત કરી દેશી હાથ બનાવટની પિસ્તોલ -1 તથા જીવતા 2 કારતુસ, મોપેડ બર્ગમેન કુલ-3 ગુનાના કામે કબ્જે કરી આરોપીને આજરોજ કોર્ટમાં રજુ કરી ચારેય આરોપીઓના દિન-14 ના પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરી હતી જેમાં આરોપી નં.(1) ફારુક મોલાનાના તા.28/05/2026ના કલાક 16/00 વાગ્યા સુધીના તથા આરોપી નં.(2) જાવીદ, (3) અનીશ, (4) સમીર ઉર્ફે બાલીના તા.25/05/2026ના કલાક 16/00 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી ગુનાના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ