સોમનાથમાં ત્રિ-દિવસીય રાજયકક્ષાની પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટ: 26 ટીમો જોડાઈ

પ્રથમ ચેસ વોરિયર્સ, દ્વિતિય હોર્સ અને તૃતીય સ્થાને ચરોતર ચેમ્પીયન વિજેતા

સોમનાથ-પ્રભાસપાટણ ખાતે યોજાયેલી સાતમી પ્રજ્ઞાચક્ષુ રાજયકક્ષાની ચેસ ટુર્નામેન્ટનું સમાપન થયુ છે.ત્રણ દિવસની ચેસ ટુર્નામેન્ટમાં 26 ટીમોએ ભાગ લીધો હતો જેમા પ્રથમ ’ચેસ વોરીયર્સ’ બીજા સ્થાને ’હોર્સ’ અને ત્રીજા સ્થાને ’ચરોતર ચેમ્પિયન’ વિજેતા બની હતી.
સોમનાથ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમા વિજેતાઓને શીલ્ડ એનાયત કરાયા હતા. સમારોહના અધ્યક્ષ સ્થાને રહેલા વેરાવળ-પાટણ પાલિકા પ્રમુખ નરેશ ગોહેલે પ્રજ્ઞાચક્ષુઓની સિદ્ધિઓ જાણી હતી અને જણાવ્યુ હતુ કે પ્રજ્ઞાચક્ષુઓમાં વિશિષ્ટ શકિતઓ પડેલી છે.
તેમના હસ્તે તેમજ પાલિકાના કારોબારી ચેરમેન ઉદય નવીનભાઈ શાહ તેમજ અંધજન મંડળના દતાઓ સહિતના હસ્તે વિજેતાઓને શીલ્ડ એનાયત કરાયા હતા તેમજ અન્ય સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામો અપાયા હતા. કાર્યક્રમના પ્રારંભે શિવસ્તુતિ નાની બાલિકાઓ દ્વારા પ્રસ્તૂત કરાઈ હતી. અંધજન મંડળના સંચાલક ભીખુભાઈ સીસોદીયાએ સંસ્થાનો પરિચય અને પ્રવૃતિઓ-સેવાઓની વિગતો આપી હતી.

રિલેટેડ ન્યૂઝ