વેરાવળમાં વિશ્ર્વ મહાસાગર દિવસે માછીમારો માટે કાર્યક્રમ યોજાયો

યુ-ટયુબ લાઈવ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં માછીમારોએ લાભ લીધો

વિશ્વ મહાસાગર દિવસ તા.8 જુન 2026 ના માછીમારો માટે યુટ્યુબ લાઈવ કાર્યક્રમમાં ઉજવણી કરવામાં આવી હતી.
રિલાયન્સ ફાઉન્ડેશન મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, વેરાવળ, ફિશરીઝ વિભાગ, ગુજરાત સરકાર અને કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ વેરાવળ, કામધેનુ યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે ઢજ્ઞીઝીબય કશદય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનો હેતુ ખાસ કરીને માછીમારો અને દરિયાકાંઠા ના સમુદાયો માટે આયોજિત કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ મહાસાગર દિવસ નું મહત્વ સમજાવી, દરિયાઈ સંરક્ષણ અને ટકાઉ આજીવિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાનો છે. મુખ્ય વિષયોમાં વિશ્વ મહાસાગર દિવસનું મહત્વ દર વર્ષે તા.8 જૂને વિશ્વભરમાં ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2008 માં સત્તાવાર માન્યતા આપવામાં આવી. મહાસાગરો પૃથ્વીના 70 ટકા થી વધુ ભાગને આવરે છે અને આબોહવા નિયંત્રણ, ખાદ્ય સુરક્ષા, ઊર્જા તથા લાખો લોકોને આજીવિકાનો આધાર છે. 2026 ની થીમ મુખ્ય થીમમાં “જિિંજ્ઞક્ષલ ખફશિક્ષય ઙજ્ઞિયિંભયિંમ અયિફત રજ્ઞિ ઘીિ ઇહીય ઙહફક્ષયિ”ં અર્થાત “આપણા બ્લુ પ્લેનેટ માટે મજબૂત દરિયાઈ સંરક્ષિત ક્ષેત્ર” યુએન થીમ:”છયશળફલશક્ષય” – મહાસાગર પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણ બદલવો માછીમારો માટે તકનીકી માર્ગદર્શન માં ડો. બોરિચાંગર, પ્રિન્સિપાલ ફિશરીઝ કોલેજ દ્વારા વિશ્વ મહાસાગર દિવસ મહત્વ , ટકાઉ માછીમારી માટે ની વ્યવસ્થા, દરિયાઇ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગ થી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે નિષ્ણાંતો દ્વ્રાર માર્ગદર્શન આપવામાં આવેલ અને ડો. કેતન ટાંક, ફિશરીઝ કોલેજ પ્રોફેસર દ્વારા ડીપ સી ફીશીંગ સલામત અને નિયમબદ્ધ ઊંડા સમુદ્રની માછીમારી માટે માર્ગદર્શન આપેલ સાથે શ્રી ઋત્વિક ટંડેલ સાહેબ, ફિશરીઝ વિભાગ માથી ટકાઉ માછીમારી અને માછલી ની વસ્તી સ્વસ્થ રાખવા અને લાંબા ગાળાની ખાદ્ય સુરક્ષા માટેની પદ્ધતિ વિષે માર્ગદર્શન આપેલ, તથા દરિયાઈ સંરક્ષિત ક્ષેત્ર જૈવ વિવિધતા અને કુદરતી સંતુલન જાળવવામાં ભૂમિકા, આબોહવા પરિવર્તન સલાહ, ભારતના ડીપ ઓશન મિશન અંતર્ગત માછીમારો માટે ઉપર દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ ને સંબધિત ટકાઉ માછીમારી માટે ની વ્યવસ્થા, દરિયાઈ મતરસ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગ થી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ. અને અમિત મસાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ફિશરીઝ એક્સપર્ટ દ્વારા ટેકનોલોજિ આધારિત માછીમારી સેવાઓ વિષે સાથે સાથે પૂરા પ્રોગ્રામનું સંચાલન કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ