વેરાવળના બાદલપરા ખાતે પૂણ્યાનુમોદન કાર્યક્રમ યોજાયો

કેન્સર જાગૃતિ-વ્યસન મુક્તિના શપથ લેવડાવાયા

તા.11 ના રોજ બાદલપરા ખાતે દિવંગત કેશુભાઈ બિજલભાઈ વાળા નો પૂણ્યાનુમોદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં સામાજિક કાર્યકર ભગવાનભાઈ સોલંકીએ કેન્સરના લક્ષણો, વહેલી તપાસ અને નિવારણ અંગે જાગૃતિ આપી હતી. હાજર લોકોએ આ સંદેશને સ્વીકાર્યો હતો.કેન્સર જાગૃતિ પર ભાર મૂકતા ભગવાનભાઈ સોલંકીએ આ કાર્યક્રમ માં કેન્સર નું મુખ્ય કારણ વ્યસન છે તો વ્યસન થી દૂર રહેવા લોકો ને વિનંતી કરવામાં આવી હતી અને ત્વરિત લોકો ને વ્યસન મુક્તિ ના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વધુમાં તેણે કહ્યું કે, કેન્સરના જોખમ કારણો જેમ કે તમાકુ સેવન અને અસ્વસ્થ જીવનશૈલીને ટાળવા જરૂરી છે. તેમણે વહેલી તપાસનું મહત્વ સમજાવતાં જણાવ્યું, “કેન્સરથી ડરવાનું નહીં, લડવાનું છે. વહેલી તપાસથી 80% કેસોને નિયંત્રિત કરી શકાય છે.” આ વર્ષની વિશ્વ કેન્સર દિવસની થીમ “United by Unique” દરેક દર્દીની અનોખી લડત, જાગૃતિ, વહેલું નિદાન અને સમાન સારવાર પર ભાર મૂકે છે.ભગવાનભાઈ સોલંકી અવારનવાર કેન્સર જાગૃતિ શિબિરો તેમજ વ્યસન મુક્તિ શિબિરો નું આયોજન કરીને લોકોમાં જાગૃતિ ફેલાવે છે.

રિલેટેડ ન્યૂઝ