રૂ.66 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
ઉચ્ચ અધિકારીઓ ની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની રાહબરી તેમજ માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ. સુવા ની સુચના મુજબ તા.17/06/2026 ના રોજ ઇ.ચા.પો.ઇન્સ. ડી.એમ.કાગડા એસ.ઓ.જી. પો.સ્ટાફના માણસો સાથે પ્ર.પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમિયાન ઇંઈ-મહેન્દ્રભાઇ બાબુભાઇ તથા અનિરુધ્ધસિંહ જયવંતસિંહ તથા ઙઈ- નદીમ શેરમહમદ ને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે વેરાવળ સોમનાથ બાયપાસ તાલાળા ઓવરબ્રીજ નીચેથી એન.ડી.પી.એસ. ની રેઇડ દરમિયાન નીચે જણાવેલ હોમતદારો ને મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) ના જથ્થા સાથે પકડી પાડી પ્રભાસ પાટણ પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી).21(બી) મુજબ ગુનો રજી.કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલમાં માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) નેટ વજન-2.090 ગ્રામ કિ.રૂ.6,270/- મોબાઇલ ફોન નંગ-02 કિ.રૂ.10,000/-, સુઝુકી કંપનીની બગમેન મો.સા. નંગ-01 કિ.રૂ.50,000/- કુલ કિ.રૂ.66,270/-નો સમાવેશ થાય છે.
