રૂા.20 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી
વેરાવળમાં શંકપડતી હિરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રૂ.10,000 સાથે શખ્સ ને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ વેરાવળ ના પો.ઇન્સ. જે.એન.ગઢવી ની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડ ના ઇન્ચાર્જ એ.એસ.આઇ. એન.બી.બસીયા, નરવણ સિંહ કા કુભા, રણજીતસિંહ પરબતભાઇ, પો.હેડ.કો. મયુરભાઇ વિક્રમભાઇ, પો.કોન્સ. વિનય સિંહ ગીગાભાઇ, મયુરભાઇ માંડાભાઇ, દીપકભાઇ બાબુભાઇ સહીતના ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે ત્રીવેદીના કાંટા પાસે રોડ પરથી ઇમરાન યુસુફ ભાઇ કુરેશી ઉ.વ. 35 ધંધો-પ્રા.નોકરી રહે-વેરાવળ, ગરીબનવાઝ કોલોની વાળા ને નંબર પ્લેટ વગરની હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે મળી આવતા મોટર સાયકલના કોઇ કાગળો રજૂ ન કરતા રૂા.10,000 ની મોટર સાયકલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
