સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તા. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના જન્મદિવસ સાથે જ સેવા અને સુશાસનના 25 વર્ષની રક્તદાન શિબિર, વૃક્ષારોપણ સહિત અનેકવિધ કાર્યક્રમો થકી ‘સેવા સંકલ્પ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે લોકો દ્વારા ’25-આશીર્વાદનો દીવો’ માનવસાંકળ રચવામાં આવી હતી. ’25-આશીર્વાદનો દીવો’ માનવસાંકળના માધ્યમથી લોકો વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, આજે સોમનાથ મંદિર ખાતે સાંજે 7:00 કલાકે ’આશીર્વાદનો દીવડો’ અને ભવ્ય આરતી કાર્યક્રમમાં નાગરિકો સહભાગી થશે તેમજ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમની વૈવિધ્યસભર ઉજવણી થાય એ માટે વિવિધ મંદિરો અને ઘરઆંગણે દીવો પ્રગટાવી વડાપ્રધાનશ્રીને શુભેચ્છા પાઠવવામાં સહભાગી થશે.
રિલેટેડ ન્યૂઝ
-
સોમનાથ બીચ પર ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ બીચ ખાતે વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ, શ્રી સ્વામિનારાયણ બી.એડ. એન્ડ પી.ટી.સી. કોલેજ, પ્રભાસ... -
પીએમ મોદીના જન્મ દિને સોમનાથમાં ધાર્મિક, સામાજિક, આધુનિક પ્રકલ્પોનો આરંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ : સોમનાથ યાત્રા એપનું લોકાર્પણ : 134 વૃદ્ધાશ્રમોમાં વસ્ત્ર પ્રસાદનું વિતરણ... -
સોમનાથ મંદિર ખાતે 10 હજારથી વધુ લોકોએ ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવ્યો
વડાપ્રધાનની જનસેવાને બિરદાવતા મહાઆરતી કરવામાં આવી સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં જોડાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના...
