વેરાવળમાં રામદેવજી મહારાજ મંદિરે ધ્વજા રોહણ કરાયું: શોભાયાત્રા નીકળી

રાજયસભાના સાંસદ, સાંસદ, પ્રદેશ પૂર્વ મંત્રી, ખારવા સમાજના આગેવાનો સહીતના જોડાયા

વેરાવળ શહેરમાં ખારવા સમાજના ઇષ્ટદેવ તેમજ હિન્દુ ઘર્મના આરાઘ્યદેવ શ્રી રામદેવજી મહારાજના ઘ્વજા આરોહણ નિમીતે ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલના વડપણ હેઠળ દ્યનશ્યામ પ્લોટમાં આવેલ કામનાથ મંદિર ખાતે પુજા અર્ચના કરવામાં આવેલ ત્યારબાદ શોભાયાત્રા નીકળેલ જે શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરીને જાલેશ્વર ખાતે પહોંચેલ જયાં રામદેવપીર મંદિરે ઘ્વજા આરોહણ કરવામાં આવ્યુ હતું. શોભાયાત્રામાં જોડાયેલા તમામ આગેવાનોનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવેલ હતું. વેરાવળમાં ખારવા સમાજના ઇષ્ટદેવ હિન્દુ ઘર્મના આરાઘ્યદેવ શ્રી રામદેવજી મહારાજના જન્મ જયંતિ પ્રસ્ંગે રવિવારે બપોરે દ્યનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલ કામનાથ મંદિર ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ દામજીભાઇ ફોફંડી, અધ્યક્ષ લખમભાઇ ભેંસલા, નેશનલ સી ફુડ એક્ષપોર્ટ એસો. ઓફ ઇન્ડીયા ના પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, નગરપાલિકા પ્રમુખ નરેશભાઇ ગોહેલ, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, લોધી સમાજના પટેલ બાબુભાઇ ગોહેલ, સી ફુડ એક્ષપોર્ટ એસો .ના પ્રમુખ કેતનભાઇ સુયાણી, કીશનભાઇ ફોફંડી, રમેશભાઇ ફોફંડી (એમ.આર.એફ), મનસુખભાઇ સુયાણી, પ્રભુદાસભાઇ કુહાડા, સંજયભાઇ કુહાડા સહીતના આગેવાનોના હસ્તે પૂજા અર્ચના થઈ હતી. બાદમાં તેઓની આગેવાનીમાં નિકળેલ શોભાયાત્રા કૃષ્ણનગરમાં નવા રામ મંદિર થઇ ગર્લ્સ હાઇસ્કૂલ, ગાંધી ચોક, સુભાષ રોડ, સટ્ટા બજાર, ગૌરવ પથ ટાવર ચોક થઇ જાલેશ્વર ખાતે રામદેવજી મંદિરે પહોંચેલ જયાં સમાજના આગેવાનો દ્વારા મંદિરે બાવન ગજની ભવ્ય ઘ્વજા પૂજા-અર્ચના કરી મંદિર ઉપર ચડાવાતા ઘ્વજારોહણનો ઘર્મોત્સવ શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થયેલ હતો. આ શોભાયાત્રાનું રાજયસભાના સાંસદ માનસીંહભાઇ પરમાર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ પૂર્વ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા પ્રમુખ ડો.સંજયભાઇ પરમાર, દિલીપભાઇ બારડ, નગરપાલિકા કારોબારી ચેરમેન ઉદયભાઇ શાહ, વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, અશોકભાઇ ગદા, જયકરભાઇ ચોટાઇ, અનીશભાઇ રાચ્છ, મુકેશભાઇ ચોલેરા, સમસ્ત મુસ્લીમ સેવા સમાજના પટેલ અફઝલભાઇ પંજા સહીતના આગેવાનો, ધોબી, સીંધી, ભોય, હાડી, મચ્છીયારા, રામાનંદી, ગૌસ્વામી સહિતના સમાજના આગેવાનો દ્વારા ખારવા સમાજના હોદેદારોના હારતોરા કરી સ્વાગત કરેલ હતું. આ તકે ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના મુજબ પી.આઇ. જે.એન.ગઢવી સહીતના સ્ટાફ, એલ.સી.બી., એસ.ઓ.જી., સી.ટીમ, ટ્રાફીક પોલીસ સહીતનાએ શહેરના માર્ગો પર રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ સાથે ચુસ્ત બંદોબસ્ત જાળવેલ હતો.

રિલેટેડ ન્યૂઝ