ધ્રાંગધ્રા ભુગર્ભ ગટરના ઢાંકણા પર રોડ બનાવી દેતા સ્થાનિકોમાં રોષ

માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ પણ બેખબર

(પ્રતિનિધિ દ્વારા) ધ્રાંગધ્રા,તા.24
ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડથી ફામઁવાળા મેલડી માતાજીના મંદિર સુધી શહેરી વિસ્તારમા આવતો રોડ માગઁ-મકાન વિભાગની દેખરેખ નીચે આવે છે. હાલમા જ આ રોડના નિમાઁણ કાયઁ હાથ ધરાયુ ત્યારથી જ ટેન્ડર અને વેરીફીકેશન મુજબ કામ નહિ થતુ હોવાની અનેક રજુવાત થઇ હોવા છતા માગઁ-મકાન વિભાગ દ્વારા તમામ રજુવાતને અનદેખી કરી હતી તેવામાં આ રોડના નિમાઁણ કામમા વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેમા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ નિમાઁણ કામ સમયે અહિ વિસ્તારમા આવતી ભુગઁભ ગટરના ઢાંકણા પર રોડ ઝીંકી નાખ્યો હતો. જોકે રોડ નિમાઁણના કામમા વચ્ચે આવતા તમામ ભુગઁભ ગટરના ઢાંકણા રોડથી ઉપર લેવા માટેનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે જતા આ કામ પુણઁ નહિ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ તરફ આવતા દિવસોમાં ચોમાસાની સિઝન જ્યારે શરુ થશે ત્યારે પાલિકા દ્વારા પ્રિમોનસુન કામગીરી દરમિયાન ભુગઁભ ગટરના સફાઇ માટે ન છુટકે તેઓને ફરીથી આ રોડ તોડવાની ફરજ પડશે જેથી અહિ રહેતા સ્થાનિકોને ફરીથી ઉબડ ખાબડ રોડ પરથી પસાર થવુ પડશે અને માગઁ મકાન વિભાગ દ્વારા રોડ નિમાઁણમા કરેલો લાખ્ખોનો ખચઁ પણ પાણીમાં જશે જેથી સ્થાનિકો દ્વારા આ મામલે માગઁ મકાન વિભાગ સામે રોષ વ્યક્ત કરાયો છે.
આ મામલે માગઁ-મકાન વિભાગના સેક્સન અધિકારી વી.વી.રાજા સાથે વાતચીતમાં તેઓ દ્વારા જણાવાયુ હતુ કે “રોડ નિમાઁણ દરમિયાન નગરપાલિકાને પુછતા ચીફ ઓફીસર દ્વારા ભુગઁભ ગટર બંધ હોવાનુ મૌખીક જણાવ્યુ હતુ જેથી ભુગઁભ ગટરના ઢાંકણા ઉચા લેવા માટે કોઇ કામગીરી હાથ ધરાઇ ન હતી છતા જરુર જણાવે તો ઉચ્ચ અધિકારી સાથે ચચાઁ કરી યોગ્ય નિકાલ લાવીશુ” તેમ જણાવ્યુ હતુ. નગરપાલિકાના ચીફ ઓફીસર મંટીલકુમાર પટેલ સાથે આ મામલે ચચાઁ કરતા તેઓ અંધારાં સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કઇ તેઓના ટેન્ડરમા કોન્ટ્રાક્ટરને ભુગઁભ ગટરના ઢાંકણા ઉપર લેવાની ઉલ્લેખ કરેલો છે અને વાત રહી ભુગઁભ ગટર બંધ હોવાની ? તો આ બાબતે માગઁ મકાન વિભાગના અધિકારીઓ સાથે ગટર ચાલુ છે કે બંધ તે બાબતે વાતચીત થઇ નથી” તેમ જણાવ્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ