ધ્રાંગધ્રામાં યુવાનની સરા જાહેર હત્યા નીપજાવનારની ધરપકડ

પોલીસે હત્યારાને રિમાંડ પર લેવા તજવીજ હાથ ધરી

ધ્રાંગધ્રા શહેરમા યુવાનની હત્યા કરનાર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમા ઝડપી લીધો છે.
સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક નજીક શનિવારે બપોરના સમયે સામાન્ય બાબતે છરીના ઘા મારી 19 વષિઁય મહમદકેફ રમજાનભાઇ કુરેશી નામના યુવાનની હત્યા નિપજાવી શખ્સ નાશી છુટ્યા હતા. જ્યારે ભરબજારે હત્યાનો બનાવ બનવા પામતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી યુવાનના હોસ્પીટલ ખસેડાયો હતો જ્યા ઇજાઁ ગ્રસ્ત યુવાનનું મોત નિપજ્યુ હતુ આ તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહીત દ્વારા તાત્કાલિક હત્યારાને શોધવાના આદેશ આપતા સ્થાનિક સીટી પોલીસની ટીમ કામે લાગી હતી જેમા ટેકનીક સ્યોસઁની મદદથી હત્યારા તોફીકભાઇ કાદરભાઇ ઘાંચી ઉ:25 વષઁ, રહે: ફૂલગલી વાળાને ઝડપી પાડી વધુ કાયઁવાહી હાથ ધરાઇ છે. જ્યારે આ મામલે ધ્રાંગધ્રા ડિવીઝનના ડી.વાય.એસ.પી દ્વારા જણાવેલ કે હત્યાના બે દિવસ અગાઉ રાત્રીના સમયે મૃતક સાથે ઝડપાયેલ શખ્સને માથાકુટ થઇ હતી જે બાદ બંન્ને વચ્ચે સમાધાન પણ થયુ હતુ છતા પણ કોઇ કારણોસર દ્વેષ રાખી તોફીક ઘાંચી દ્વારા સવારના સમયે રાજકમલ ચોક પાસે ચા પીવા માટે આવેલ મૃતક સાથે બોલાચાલી કરી છરી વડે હુમલો કરી મોત નિપજાવેલ હોય પરંતુ પોલીસે હત્યારાને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી રીમાન્ડ સહિતની કામગીરી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ