ધ્રાંગધ્રાના કોંઢ ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એકની અટક

વાડીમાં વાવેતર કરેલ એરંડાની આડમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે વાડી વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતાં જ તાલુકા પોલીસના ભરતભાઈ ચાવડા, કુલદીપસિંહ ઝાલા તથા અશ્વિનભાઈ સહિતના સ્ટાફે કોંઢથી ધવાણા ગામ તરફ જવાના રસ્તે વાડી વિસ્તારમાં દરોડો કરી વાવેતર કરેલ એરંડાની આડમાં છુપાયેલ વિદેશી દારૂ જેમાં 750 એમ.એલના 372 નંગ, 180 એમ.એલના 192 નંગ તથા બિયરના ટીન 48 નંગ થઈ કુલ કિંમત 1,64,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાજર મળી આવેલ દિનેશ ભવાનભાઈ નગવડિયાને ઝડપી પાડી જયુભા શંભુભા ઝાલા નાસી છૂટતા બંને વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ