થાનગઢ જોગ આશ્રમમાંથી પાણીની પાઈપલાઈન બીજીવાર કાપી નખાઈ

1 લાખ ગૌધન તરસે પીડાશે

થાનગઢ જોગ આશ્રમમાં ગૌસેવા પ્રવૃતિ અને ગાયોને આશ્રય ભોજન સેવા સહિત કામ કરવામાં આવે છે. ત્યારે જિલ્લામાં પાણીની ગેરકાયદે તપાસ કરવા નીકળેલી ટીમે આશ્રમનું કનેક્શન 15 દિવસમાં બીજી વખત કાપી નાખવામાં આવ્યું હતું. જ્યારે તમામ લાઈન તોડી નાખવામાં આવી હતી.
આથી જોગઆશ્રમ દ્વારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પાણી કનેક્શન વિભાગ ગુજરાત વોટર વર્કસ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે થાન મોરથળા રોડ પર આવેલા જોગ આશ્રમમાં 200થી વધુ ગૌધન આશ્રય અપાય છે. વૃધ્ધાશ્રમ પણ ચલાવવામાં આવે છે આથી 1 લાખ લીટર પાણીની જરૂરીયાત હોવાથી શક્ય તેટલું વહેલું કનેક્શન આપવા માંગ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ