લીંબડીના ઉંટડી ગામે પોલીસ દ્વારા યુવાનનો ગામમા પુન: વસવાટ

સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી તાલુકાના ઉંટડી ગામે દેવીપુજક પરિવાર છેલ્લા દોઢ વર્ષથી ભાઈઓના ઝઘડાના હિસાબે બહાર અલગ અલગ ગામમાં ખેતરોમાં રહેતો ફરતો હતો. ત્યારે લીંબડી પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા દેવીપૂજક પરિવારને દોઢ વર્ષે ગામમાં પરત લાવી ગામમાં પુન: વસવાટ કરાવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉંટડી ગામમાં પાડોશી સાથેના ઝગડામાં છેલ્લા દોઢ વર્ષથી ગામ છોડીને ગયેલા મનસુખભાઈ રાયસંગભાઇ બુટીયા (દેવીપૂજક)ને લીંબડી પોલીસ મથકના પીએસઆઇ બી.કે.મારુડા સહિત લીંબડી પોલીસ સ્ટાફ દ્વારા આ પરિવારને પોતાના ઘરે પરત લાવી પુન: વસવાટ કરાવ્યો હતો. જેનાથી ગરીબ પરિવારમાં ખુશી છવાઈ ગઇ હતી.
આ કામમાં સાથે ગામના સરપંચ પણ જોડાયા હતા. લીંબડી પોલીસની આ કામગીરીમાં લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારી, સર્કલ પીઆઇ એમ.એચ.પુવારના માર્ગદર્શન નીચે લીંબડી પોલીસ મથકના પીએસઆઇ બી.કે.મારુડા, પુષ્પરાજસિંહ, ભરતસિંહ, જયપાલસિંહ અને સંજયભાઈ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

રિલેટેડ ન્યૂઝ