વઢવાણમાં યજમાનવૃત્તિ બાબતે કિન્નરો વચ્ચે જાહેરમાં ડખ્ખો

2 કિન્નરે 3ને ધોકાવી ધમકી આપી

સુરેન્દ્રનગર વઢવાણના કોઠારિયા રોડ ઉપર રાત્રિના સમયે બે કિન્નરે ઢીકાપાટુથી ત્રણ કિન્નાર ઉપર હુમલો કરાયો હતો. અગાઉ યજમાનવૃત્તિ માંગવા બાબતે બોલાચાલી થયેલી જેના મનદુ:ખે હુમલો કરી ઇજાઓ કરાયાની વઢવાણ પોલીસ મથકમાં 2 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી.
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ નવરંગ-2માં રહેતા 28 વર્ષના માનવીદે સોનલદે કિન્નર યજમાનવૃત્તિનો વ્યવસાય કરી ગુજરાન ચલાવી રહ્યા છે. તેમની સાથે વિજ્યાદે સોનલદે તેમજ ભારતીદે સોનલદે સાથે રહે છે. ત્યારે રાત્રિના દોઢેક વાગ્યે સોનલદે, વિજ્યાદે અને ભારતીદે વઢવાણથી બહુચરાજી તેમના ગુરૂને પગે લાગવા માટે જવા રિક્ષા ભાડે કરીને નીકળ્યા હતા.
કોઠારિયા રોડ ઉપર આવેલી નર્સિંગ કોલેજ પાસે પહોંચતા રિક્ષા ઉભી રાખતા રૂપાદે નીતાદે, આરતીદે રૂપાદે ગાળો આપી હતી. આપી ગાળો દેવાની ના પાડતા બંનેએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર ઇજાઓ કરી આજ તો બચી ગયો છો પણ હવે પછી ભેગા થાવ ત્યારે મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
આ બનાવમાં ભારતીદે અને માનવીદેને ઇજાઓ થતા પ્રથમ ગાંધી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત માનવીદેએ વઢવાણ પોલીસ મથકમાં સુરેન્દ્રનગર સોનાપુરી પાસે રહેતા રૂપાદે નીતાદે અને આરતીદે રૂપાદે સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ એ.વી.દવે ચલાવી રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ