સુરેન્દ્રનગર જિલ્લાના રાળોલ ગામેથી 4300 કિલોગ્રામ એલ્યુમિનિયમના વાયર જપ્ત કરાયા.

છ લાખના શંકાસ્પદ વાયર સહિત કાર તથા બાઈક પણ જપ્ત: ચાર શખ્સો સામે ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાળોલ ગામની સીમમાં કેટલાક શખ્સો એલ્યુમિનિયમના વાયર લઈને જતા હોવાની બાતમીના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો જે દરોડા દરમિયાન એક મહિન્દ્રા પિક અપ કાર કિંમત 500000/- રૂપિયા, 4300 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર કિંમત 602000/- રૂપિયા તથા એક મોટર સાઇકલ કિંમત 30000/- રૂપિયા એમ કુલ મળી 1132000/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સિકંદર મામાદભાઈ મોખા રહે: નાના વરનોરા, કચ્છ ભૂજ, રિયાઝ અબ્બસભાઈ મમણ રહે: નાના વરનોર, કચ્છ ભૂજ વરને ઝડપી પાડી પૂછપરછ કરતા ગફુર મામદ નોતિયાર રહે: ભુજ તથા નદીમ અલીમામદ મોખા રહે: નાના વારનોરા કચ્છ ભૂજવાળા પણ આ કામમાં સામેલ હોવાનું જણાવતા એલ.સી.બી દ્વારા તમામ ચારેય ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ